ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Corona Update: રાજ્યમાં વધુ 12,753 પોઝિટિવ કેસ નોંધાયા - બાળકોનુ રસીકરણ

ગુજરાતમાં આજે 12,735 કોરોના (Gujarat Corona Update)ના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી.

Gujarat Corona Update: રાજ્યમાં વધુ 12,735 પોઝિટિવ કેસ નોંધાયા
Gujarat Corona Update: રાજ્યમાં વધુ 12,735 પોઝિટિવ કેસ નોંધાયા

By

Published : Jan 17, 2022, 8:59 PM IST

Updated : Jan 17, 2022, 9:57 PM IST

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ (Gujarat Corona Update) દિવસેને દિવસે વધી રહ્યું છે, ડિસેમ્બરની પહેલી તારીખની આસપાસ સમગ્ર ગુજરાતમાં ફક્ત 25થી 30 જેટલા જ પોઝિટિવ કેસ આવી રહ્યા હતા પરંતુ જાન્યુઆરીના 17 તારીખે સમગ્ર રાજ્યમાં 12,753કોરોનાના પોઝિટિવ કેસ (Positive case in Gujarat) નોંધાયા છે. જેમાંથી 5984 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron case in Gujarat)નો એક પણ કેસ નોંધાયો નથી. આજે 5 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે જેમાં અમદાવાદમાં 1, સુરત શહેરમાં 1 સુરત ગ્રામ્યમાં 2 અને 1 પંચમહાલમાં મૃત્યુ નોંધાયુ છે.

Gujarat Corona Update 17-1-2022

અમદાવાદમાં ફાટ્યો કોરોના

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતા રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુ.કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 4340 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 2955, વડોદરા શહેરમાં 1209 અને રાજકોટમાં 461 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 5984 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

Gujarat Corona Update 17-1-2022

આ પણ વાંચો:અમદાવાદ પોલીસ વિભાગમાં કોરોના વિસ્ફોટ, 350થી વધુ પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના સંક્રમિત

આજે 2,63,593 નાગરીકોને વેક્સિન અપાઈ

આજે 17 જાન્યુઆરીના રોજ રાજ્યમાં કુલ 2,63,593 નાગરિકોને વેક્સિન (Gujarat vaccination) આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 42,220 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 62,142 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 9,50,52,411 રસીકરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત 15થી 18 વર્ષના 58,291 બાળકોનુ રસીકરણ કરવામાં આવ્યું છે. કુલ 16,18,666 બાળકોનુ રસીકરણ કરવામાં આવ્યું છે.

Gujarat Corona Update 17-1-2022

આ પણ વાંચો:રાજ્યમાં વધતા કોરોના વચ્ચે આવ્યા આનંદના સમાચાર, ત્રીજી લહેર વચ્ચે પણ...

રાજ્યમાં એક્ટિવ કેસ 70,374

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 70,374 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 95 વેન્ટિલેટર પર અને 70,279 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,164 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,58,455 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 91.42 ટકા પર પહોંચ્યો છે.

Last Updated : Jan 17, 2022, 9:57 PM IST

ABOUT THE AUTHOR

...view details