અમદાવાદઃ રાજ્યમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે મરણ પથારીએ પડેલી કૉંગ્રેસ બેઠકો યોજી સંગઠનમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયાસ કરી રહી છે. આ જ તબક્કે હવે ચૂંટણીમાં 125 બેઠકોનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે કૉંગ્રેસ કાર્યાલય પર બેઠકનો ધમધમાટ શરૂ થયો હતો. આવી જ એક મેરેથોન બેઠક (Gujarat Congress Marathon Meeting) ગુરુવારે કૉંગ્રેસ ભવન ખાતે યોજાઈ હતી, જેમાં AICCના 26 નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
કૉંગ્રેસમાં જૂથવાદના કારણે કકળાટ - એક તરફ કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ કૉંગ્રેસને ઠેંગો બતાવી પાર્ટી છોડી રહ્યા છે. બીજી તરફ પાર્ટીમાં જૂથવાદના કારણે કકળાટ ચાલી રહ્યો છે. અત્યાર સુધી કૉંગ્રેસ માત્ર ભાજપ સામે લડી રહી હતી, પરંતુ હવે આ વખતે તો કૉંગ્રેસે AAPનો પણ સામનો કરવો પડશે. એટલે કે એકસાથે બંને પાર્ટીને હરાવવા માટે કૉંગ્રેસે કામ કરવું પડશે. ત્યારે આવી પરિસ્થતિમાં ચૂંટણી કેવી રીતે જીતવી? કયા મુદ્દા લઈ લોકો સમક્ષ જવું? ઉમેદવારોની પસંદગી વગેર જેવા મુદ્દા પર ચર્ચા કરવા (Congress Preperation for Election) GPCC ખાતે ચૂંટણીલક્ષી બેઠક (Gujarat Congress Marathon Meeting) યોજાઈ હતી. તો બેઠક પછી છત્તીસગઢ સરકારના કેબિનેટ પ્રધાન ટી. એસ. સિંહદેવે (Chhatisgarh Cabinet Minister TS Singhdeo) ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.
પ્રશ્નઃ આજે બેઠક થઈ ક્યાં પ્રકારના નિર્ણય થયા?
જવાબઃAICCના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેજા હેઠળ અશોક ગહેલોતના હાથ નીચે અમારી નિરીક્ષકોના રૂપમાં નિમણૂક કરી છે. આની પ્રથમ બેઠક 20 અને ત્યારબાદ 28 તારીખે રાખી હતી, પરંતુ પરિસ્થિતિને ધ્યાને રાખી થઈ નહતી. ત્યારબાદ આ બેઠક હતી. જોકે, અશોક ગહેલોત નાદૂરસ્ત તબિયતના કારણે ન આવી શક્યા.એટલે તેમને બેઠક તો થવી જ જોઈએ તેવા આદેશ આપ્યા હતા. આ મેરેથોન બેઠકમાં (Gujarat Congress Marathon Meeting) AICCના 26 નિરીક્ષકો અને GPCCના સિનિયર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે, ચૂંટણી ઢંઢેરો તૈયાર કરતા પહેલા કૉંગ્રેસના લોકો સમાન્ય નાગરિકોને મળી તેઓ શું ઈચ્છે છે. તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે અને ઢંઢેરામાં (Congress election manifesto) તેનો સમાવેશ કરાશે. લોકોની સમસ્યાઓ ઉજાગર કરવામાં આવશે. ચૂંટણી માટે બૂથ મેનેજમેન્ટ (Congress Booth Management) ખૂબ મહત્વનું છે અને આ કામગીરી યોગ્ય રીતે થાય તેની પર ભાર મૂકાશે.
આ પણ વાંચો-રાજ્યના ઇતિહાસમાં ગુજરાત કોંગ્રેસનો ઐતિહાસિક નિર્ણય