અમદાવાદઃ કોંગ્રેસના બે ધારાસભ્યોનાં રાજીનામાં બાદ કોંગ્રેસની બેઠકનો દોર શરૂ થયો છે. બેઠકમાં સામેલ થવાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો કોંગ્રેસ ભવન પહોંચ્યા હતાં.
અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા બેઠકનો દોર શરૂ, રાષ્ટ્રીય નેતાઓ પણ VCના માધ્યમથી જોડાયા
રાજ્યસભાની ચૂંટણીને લઇ હાલ ગુજરાત રાજકારણમાં ગરમાવો ચાલી રહ્યો છે. આ દરમિયાન ચૂંટણીને લઈ રણનીતિ ઘડવા કોંગ્રેસની બેઠક યોજાઈ છે. જેમાં અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને અન્ય સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યાં છે .
રાજ્યસભાની ચૂંટણીને લઇ હાલ ગુજરાત રાજકારણમાં ગરમાવો ચાલી રહ્યો છે. આ દરમિયાન આજે કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં છે. વધુમાં આજે કોંગ્રેસની બેઠક પણ યોજાઈ છે. જેમાં સામેલ થવા અનેક ધારાસભ્યો કોંગ્રેસ ભવન પહોંચ્યાં હતાં. જ્યાં અમિતચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને અન્ય સંગઠનના હોદ્દેદારો સાથે મળીને તમામ ધારાસભ્યોની એક બેઠક શરૂ થઈ છે.
આ બેઠકમાં આગામી રાજ્યસભાના ચૂંટણીને લઇને ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આ બેઠકમાં રાષ્ટ્રીય નેતા અહમદ પટેલ અને રાજીવ સાતવ સહિતના નેતાઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા છે. નોંધનીય છે કે, આજે કોંગ્રેસના અક્ષય પટેલ અને જીતુ ચૌધરી એમ બે ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં છે.