- કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા નિખીલ સવાણીએ આપમાં જોડાયાં
- હાથ છોડીને હવે નિખિલે પકડ્યું ઝાડું
- નિખિલ સવાણીએGujarat Congress પર લગાવ્યાં ગંભીર આક્ષેપો
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં 2022 ની વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022 ) ઓની તૈયારી અત્યારથી જ શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ વચ્ચે રાજ્યમાં કોંગ્રેસમાંથી ( Gujarat Congress ) સસ્પેન્ડ થયેલા નિખિલ સવાણી અને પાટીદાર આંદોલનમાં સૌથી મહત્વનો ચહેરો હાર્દિક પટેલ ( Hardik Patel ) બાદ ગણવામાં આવતા નિખિલ સવાણી ( Nikhil Savani ) આમ આદમી પાર્ટીમાં ( AAP ) જોડાયા છે. હવે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ સર્જાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. કોંગ્રેસમાં મહત્વ નહીં મળતું હોવાનો નિખિલ સવાણી આક્ષેપ લગાવ્યો છે.નિખિલને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનો વિશ્વાસુ ગણવામાં આવે છે. નિખીલ સવાણીએ કોંગ્રેસમાં હાર્દિકની અવગણનાનો આક્ષેપ પણ કર્યો હતો.
નિખિલ આપમાં જોડાતા જ કરી વાહવાહી
Gujarat Congress માંથી છેડો ફાડયા બાદ ઝાડુને હાથમાં લેનાર નિખિલે ( Nikhil Savani ) આમ આદમી પાર્ટીમાં ( AAP ) જોડાતાની સાથે જ તેની વાહવાહી શરૂ કરી દીધી છે. નિખિલે આપમાં જોડાયા બાદ જણાવ્યું કે દિલ્હીમાં જે પ્રકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર રહેલું છે તે ગુજરાતની જનતા પણ ઈચ્છી રહી છે. ગુજરાતમાં પણ ખેડૂતો હેરાન પરેશાન છે. આરોગ્યના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કોરોનામાં સરકાર નિષ્ફળ ગઈ છે. જેનાથી સામાન્ય જનતા હેરાન પરેશાન છે. ત્યારે ગુજરાતની જનતા હવે આમ આદમી પાર્ટીને વિકલ્પ માની રહી છે. જ્યારે બીજી તરફ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની દિલ્હીની કામગીરીને ધ્યાને ગુજરાતની જનતા રાખી રહી છે. જેથી આગામી દિવસોમાં ત્રીજા વિકલ્પ તરીકે ગુજરાતની જનતા ચોક્કસ આમ આદમી પાર્ટીને વિજયી બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Gujarat Congress રૂપિયા ભેગા કરવા ચૂંટણી લડી રહી છે: નિખિલ સવાણી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ અને સામેથી રાજીનામું આપનાર નિખિલનું કોંગ્રેસ વિશે નિવેદનઉલ્લેખનીય છે કે 9 જુલાઈના દિવસે પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ નિખિલ સવાણીએ રાજીનામું ધરી દીધું હતું. જો કે એ પહેલાં પાર્ટીએ તેમને પદ પરથી મુક્ત કર્યા હતાં. જે બાદ પત્રકાર પરિષદ યોજી નિખીલ સવાણીએ ( Nikhil Savani ) રાજીનામું ધરી દીધું હતું. મહત્વની વાત છે કે રાજીનામાની જાહેરાત બાદ નિખિલ સવાણી અને યુથ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતાં. કોન્ફરન્સમાં નિખીલ સવાણીએ કોંગ્રેસ ( Gujarat Congress ) પર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતાં. નિખિલે કહ્યું કે યુથ કોંગ્રેસ મેમ્બરશીપ અભિયાનના નામે પૈસા ઉઘરાવી રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી પણ ચૂંટણી પ્રચાર માટે થઈને માત્ર પૈસા એકઠા કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા કેટલાય સમયથી groupism ચાલી રહ્યું છે જેના કારણે પાર્ટી આગળ આવી રહી નથી. મને પણ જે-તે વ્યક્તિનો માણસ હોવાના મેણાંટોણાં મારવામાં આવતાં હતાં જેનાથી કંટાળીને અંતે મારે પાર્ટીમાંથી રાજીનામું આપી દેવું પડયું હતું.
આ પણ વાંચોઃ CM Rupani: કોંગ્રેસ અને આપ પર પ્રહાર, કહ્યુ અમે સહાય ઓછી અને જાહેરાત મોટી નથી કરતા
હાર્દિક પટેલની રાજકીય હત્યાનું કોંગ્રેસમાં કાવતરું રચાયું છે - નિખિલ સવાણી
કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના ઘરે કોંગ્રેસના આગેવાનો જઈ રહ્યાં છે. પ્રદેશ કોંગ્રેસના નેતા હજુ હાર્દિક પટેલના ઘરે ગયા નથી. હાર્દિક પટેલના પિતાનું અવસાન થયું છતાં કોઈ ગયુંં નથી. હાર્દિક પટેલની કોંગ્રેસમાં સતત અવગણના થઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે કોઈ કાર્યક્રમ હાર્દિક પટેલની સતત અવગણના થાય છે. કોંગ્રેસના નેતાઓએ હાર્દિક પટેલની રાજકીય હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યાં છે. હાર્દિકની રાજકીય હત્યા કરવાનું ષડયંત્ર છે. હાર્દિક પટેલ સાથે અનેક અન્યાય થયા છે. જેના કારણે હાર્દિક પટેલ પણ કોંગ્રેસ પાર્ટીથી કંટાળી ગયેલા હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચોઃ અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ બાદ હાર્દિક પટેલનું નિવેદન, જો કોંગ્રેસમાં જોડાવુ હોય તો દરવાજા ખુલ્લા