અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા માત્ર જાહેરાતો જ કરવામાં આવે છે અને તેમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવે છે તેનું રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવતું નથી. કોંગ્રેસ પક્ષ કોઇપણ વ્યકિતને જમીન સુધારણા બિલ માટે ભ્રમિત કરી રહ્યો નથી.
કૃષિ સુધારણા બિલ-2020 મુદ્દે ગુજરાત કોંગ્રેસે જાહેર કર્યો વિરોધ કાર્યક્રમ સાતવે વધુમાં જણાવ્યું હતું કે, કૃષિ સુધારણા બિલનો વિરોધ કરવા પાછળ અનેક કારણ છે. સરકારના સહયોગી દળ પણ આ બિલનો વિરોધ કરી રહ્યા છે. આ બિલથી ખેડૂતોને નુકસાન થશે, જ્યારે ઉદ્યોગપતિઓને ફાયદો થશે. જેથી અગામી સમયમાં આંદોલનની ચીમકી રાજીવ સાતવે ઉચ્ચારી હતી.આ બિલ અંગે વિરોધ કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, બિલથી ખેડૂતોનું અસ્તિત્વ જોખમમાં મૂકાશે. કૉન્સ્ટ્રક (એકજૂથ) પદ્ધતિ અંતર્ગત ખેતી કરવાથી ખેડૂતો ખેત મજૂરો બની જશે. સરકાર પણ MSP (ન્યૂનતમ ભાવ) આપવાની વાતથી હવે પાછી જઈ રહી છે. જેથી ખેડૂતો માટે આગામી સમયમાં કોંગ્રેસ રોડ પર ઉતરશે.કૃષિ સુધારણા બિલના વિરોધમાં કોંગ્રેસના કાર્યક્રમ - 26 સપ્ટેમ્બરઃ ગુજરાતના તમામ ખેડૂતોને સાથે રાખી ગુજરાત કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયામાં ‘સ્પીક ફૉર ફાર્મ્સ’નું અભિયાન ચલાવશે
- 28 સપ્ટેમ્બરઃ ગાંધીનગરથી આવેદન લઈને ગર્વનર હાઉસ સુધી કૂચ કરવામાં આવશે
- 02 ઓક્ટોબરઃ ગાંધી જયંતિ નિમિતે તાલુકા કક્ષાએ રેલી અને ધરણાનો કાર્યક્રમ કરવામાં આવશે
આ રીતે અલગ-અલગ કાર્યક્રમ થકી કોંગ્રેસ દ્વારા બિલનો વિરોધ કરવામાં આવશે. ખેડૂતો પણ આ વિરોધ અને આંદોલનમાં જોડાય તેવી અપીલ પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃવિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભામાં કૃષિ બિલ પાસ
સંસદમાં કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય બિલ-2020 અને કૃષિ સેવા કરાર બિલ-2020 પર રાજ્યસભાએ મંજૂરીની મહોર મારી દીધી છે. રાજ્યસભામાં કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના હંગામા બાદ કૃષિ સંબંધિત બિલને આજે મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, લોકસભામાં આ બિલ પહેલાં જ પસાર થઈ ગયું છે.
આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી કૃષિ બીલ પર બોલ્યા - ઘણા લોકો ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ બીલ અંગે મોટું નિવેદન આપ્યું છે. મોદીએ જણાવ્યું કે, ઘણા લોકો ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે. હું મારા ખેડૂત ભાઈઓ અને બહેનોને ખાતરી આપું છું કે, MSP અને સરકારી ખરીદીની વ્યવસ્થા યથાવત રહેશે.
આ પણ વાંચોઃ કૃષિ બિલને લઇને રાજ્યસભામાં થયેલા હંગામા પર રાજનાથ સિંહે કહ્યું, આ એક શર્મનાક ઘટના
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત 6 કેન્દ્રીય પ્રધાનોએ કૃષિ બિલને લઇ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન રાજનાથ સિંહે કહ્યું કે, આજે રાજ્ય સભામાં જ્યારે કૃષિ સંબંધિત બે ખરડા પર ચર્ચા ચાલી રહી હતી તે સમયે જે પણ બન્યું તે અત્યંત દુઃખદ, દુર્ભાગ્યપૂર્ણ અને અત્યંત શરમજનક છે.
આ પણ વાંચોઃ કૃષિ બિલ પાસઃ વડાપ્રધાને ખેડૂતોને પાઠવી શુભકામના, કોંગ્રેસે બ્લેક ડે ગણાવ્યો
રાજ્યસભામાં કૃષિ બિલ-2020 પસાર થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ભારતીય કૃષિ ઇતિહાસમાં આ એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.