નવી દિલ્હી/અમદાવાદ- ગુજરાત ભાજપનું 17 સભ્યોનું પ્રતિનિધિમંડળ બે દિવસીય પ્રવાસે દિલ્હી પહોંચી (Gujarat BJP Delegation in Delhi) રહ્યું છે. આ સમગ્ર પ્રવાસ દરમિયાન ગુજરાત ભાજપનું પ્રતિનિધિમંડળ રાજધાનીમાં કેજરીવાલ સરકાર દ્વારા કરવામાં આવેલા કામોની તપાસ (Gujarat BJP will investigate Kejriwal model ) કરશે. ગુજરાતનું ભાજપ પ્રતિનિધિમંડળ કેજરીવાલ સરકારની શાળાઓ, હોસ્પિટલો અને મહોલ્લા ક્લિનિકની વાસ્તવિકતા પારખશે અને તેનું સત્ય ગુજરાતની જનતા સમક્ષ રાખશે. ગુજરાત ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં દિલ્હી મોડલને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે અને હવે આ મોડલની સત્યતા જાણવા ભાજપનું એક પ્રતિનિધિમંડળ દિલ્હી આવી રહ્યું છે. જે દિલ્હી મોડલને ઉજાગર કરીને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કેજરીવાલનો મુકાબલો કરશે.
શિક્ષણ, આરોગ્યક્ષેત્રે શ્રેષ્ઠ કામના દાવા તપાસાશે-દિલ્હી અને પંજાબમાં સરકાર બન્યા બાદ ગુજરાતમાં પૂરી તાકાત સાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલી આમ આદમી પાર્ટીનું વિકાસ મોડલ જોવા ગુજરાતના ભાજપના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ આજે દિલ્હી પહોંચી (Gujarat BJP Delegation in Delhi) રહ્યું છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર જે રીતે તેના શિક્ષણ, આરોગ્યક્ષેત્રે (BJP delegation visits Delhi hospitals) શ્રેષ્ઠ કામ કરવાનો દાવો કરે છે, તે રીતે ગુજરાતના ભાજપના નેતાઓ આ દાવાઓ જોવા અને સમજવા (Gujarat BJP will investigate Kejriwal model ) જશે.
આ પણ વાંચોઃ EXCLUSIVE: કેજરીવાલ સરકારનો 50 લાખ માસ્ક વહેંચવાનો દાવો ખોટો, RTIમાં થયો ખુલાસો
કેજરીવાલ સરકારની વાસ્તવિકતા પારખશે - મહત્ત્વની વાત છે કે ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે થોડા મહિના પહેલાંથી જ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ગુજરાતમાં સતત વધી રહેલા આમ આદમી પાર્ટીના પ્રભાવ અને જે પ્રશ્નો ઉભા કરવામાં આવી રહ્યા છે તે જોતાં ગુજરાત ભાજપના 17 નેતાઓનું એક મોટું પ્રતિનિધિમંડળ દિલ્હીમાં સત્યતા (Gujarat BJP will investigate Kejriwal model ) ચકાશશે. જેથી કરીને ગુજરાતની જનતા કેજરીવાલના વિકાસ મોડલ અંગે દિલ્હીમાં આંખે જોયેલી હકીકતો જાણી શકેે. દિલ્હી આવ્યા (Gujarat BJP Delegation in Delhi) બાદ ગુજરાત ભાજપનું 17 સભ્યોનું પ્રતિનિધિમંડળ પ્રદેશ ભાજપ કાર્યાલય પહોંચશે અને અહીંના નેતાઓને મળશે. જે પછી ગુજરાત ભાજપનું પ્રતિનિધિમંડળ નજફગઢ જશે, જ્યાં દરેક વ્યક્તિ દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર દ્વારા બનાવવામાં આવેલી શાળાઓ, (BJP delegation inspects Delhi schools ) હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સનું (BJP delegation visits Delhi hospitals) નિરીક્ષણ કરશે.