ગુજરાત

gujarat

ETV Bharat / city

મોંઘવારી મુદ્દે કૉંગ્રેસે આપ્યું ગુજરાત બંધનું એલાન, ક્યાંક સજ્જડ બંધ તો ક્યાંક મિશ્ર પ્રતિસાદ - સુરત કોંગ્રેસ

સમગ્ર રાજ્યમાં મોંઘવારી, રોજગારી અને ડ્રગ્સને લઈને કૉંગ્રેસે આજે ગુજરાત બંધનું એલાન કર્યું છે. ત્યારે શહેરમાં NSUIના કાર્યકર્તાઓ તમામ કૉલેજો બંધ કરાવવા પહોંચ્યા હતા. બીજી તરફ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારો પોતપોતાના વિસ્તારોને બંધ કરાવવા નીકળી પડ્યા હતા. Gujarat Bandh Call Congress, inflation problem in gujarat, NSUI forces to close colleges.

મોંઘવારી મુદ્દે કૉંગ્રેસે આપ્યું ગુજરાત બંધનું એલાન, ક્યાંક સજ્જડ બંધ તો ક્યાંક મિશ્ર પ્રતિસાદ
મોંઘવારી મુદ્દે કૉંગ્રેસે આપ્યું ગુજરાત બંધનું એલાન, ક્યાંક સજ્જડ બંધ તો ક્યાંક મિશ્ર પ્રતિસાદ

By

Published : Sep 10, 2022, 9:18 AM IST

Updated : Sep 10, 2022, 1:53 PM IST

અમદાવાદસમગ્ર રાજ્યમાં સરકાર સામે કૉંગ્રેસનો આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે કૉંગ્રેસે આજે મોંઘવારી (inflation problem in gujarat), રોજગારી અને ડ્રગ્સને લઈને ગુજરાત બંધનું એલાન કર્યું (Gujarat Bandh Call Congress) છે. તો પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના હોદ્દેદારો વિવિધ વિસ્તારોમાં બંધ કરાવવા નીકળ્યા હતા. બીજી તરફ NSUIના કાર્યકર્તાઓ વિવિધ કૉલેજોને બંધ કરાવવા નીકળ્યા હતા. NSUIએ ગુજરાત યુનિવર્સિટી, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, સોમલલિત, એલડી આર્ટ્સ કૉલેજ બંધ કરાવી (NSUI forces to close colleges) હતી. જોકે, પોલીસે NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે યોજી બાઈક રેલી

કૉંગ્રેસની બાઈક રેલી તો ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે બંધના સમર્થનમાં બાઈક રેલી યોજી હતી. તે દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા હતા. સાથે જ તેમણે વેપારીઓને બંધમાં સમર્થન આપવા અપીલ કરી હતી.

વડોદરામાં બંધ

અન્ય જિલ્લાઓમાં પણ નેતાઓ કરાવી રહ્યા છે બંધ ગુજરાત કૉંગ્રેસે આજે સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી ગુજરાત બંધનું એલાન (Gujarat bandh call congress) કર્યું છે. બીજી તરફ વડોદરા સહિતના અન્ય શહેરો અને જિલ્લાઓમાં પણ કૉંગ્રેસના નેતાઓ બંધનું પાલન કરાવવા પહોંચી રહ્યા છે.

NSUIના કાર્યકર્તાઓએ કોલેજો બંધ કરાવતા પોલીસે કરી અટકાયત

વડોદરામાં બંધ વડોદરામાં શહેર કૉંગ્રેસ પ્રમુખ (vadodara congress) સંગમ ચાર રસ્તા પાસે વિવિધ દુકાનો બંધ કરાવવા પહોંચ્યા હતા. સાથે જ વેપારીઓને બંધમાં (Gujarat Bandh Call Congress) સહકાર આપવા અનુરોધ કર્યો હતો. તો કૉંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતા અમી રાવતાની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે યૂથ કૉંગ્રેસ દ્વારા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે પૂતળાદહન કરાતા પોલીસે પ્રમુખ સહિત કાર્યકરોની પણ અટકાયત કરી હતી.

સાણંદમાં સજ્જડ બંધ

વેપારી અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે સામાન્ય બોલાચાલી પાટણમાં પણ ગુજરાત બંધને (Gujarat Bandh Call Congress) સફળ બનાવવા માટે કૉંગ્રેસના આગેવાનોએ દુકાનો (patan congress) બંધ કરાવી હતી. બીજી તરફ વેપારીઓ અને કૉંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે સામાન્ય બોલાચીલી થઈ હતી. જોકે, શહેરની મોટા ભાગની દુકાનો બંધ જોવા મળી હતી.

પાટણમાં બંધ

ઓલપાડમાં સજ્જડ બંધ તો સુરતના ઓલપાડમાં કૉંગ્રેસનો (Surat Congress) ગુજરાત સાંકેતિક બંધ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. જ્યારે કોંગી કાર્યકર્તાઓએ ટાઉનની મુખ્ય બજારોની દુકાનોને બંધ કરાવી દીધી હતી. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના મહા મંત્રી દર્શન નાયક, ઓલપાડ કૉંગ્રેસ તાલુકા પ્રમુખ જયેન્દ્ર દેસાઈ સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ બંધ કરાવવા રસ્તે ઉતર્યા હતા.

કચ્છમાં બંધને મિશ્ર પ્રતિસાદ કચ્છમાં કૉંગ્રેસે આપેલા ગુજરાત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અહીં ભૂજમાં ક્યાંક દૂકાનો ખૂલ્લી રહી તો ક્યાંક બપોર સુધી દુકાનોના શટર બંધ જોવા મળ્યા હતા. આ અગાઉ કૉંગ્રેસે વેપારીઓને મળી બંધમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

Last Updated : Sep 10, 2022, 1:53 PM IST

ABOUT THE AUTHOR

...view details