ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત ATSને મળી સફળતા, ખૂંખાર આરોપી વસીમ કથીરીની કરી ધરપકડ - વસીમ કથીરી

સૌરાષ્ટ્રના કુખ્યાત આરોપી વસીમ કથીરીની ધરપકડ કરવામાં ગુજરાત ATSને સફળતા મળી છે. ATSએ 2 નંગ પિસ્તોલ અને અંદાજે 8 કારતૂસ સાથે વસીમ કથીરીની ધરપકડ કરી છે.

ETV BHARAT
ગુજરાત ATSને મળી સફળતા, ખૂંખાર આરોપી વસીમ કથીરીની કરી ધરપકડ

By

Published : Sep 10, 2020, 1:12 AM IST

અમદાવાદ: સૌરાષ્ટ્રના કુખ્યાત આરોપી વસીમ કથીરીની ધરપકડ કરવામાં ગુજરાત ATSને સફળતા મળી છે. ATSએ 2 નંગ પિસ્તોલ અને અંદાજે 8 કારતૂસ સાથે વસીમ કથીરીની ધરપકડ કરી છે.

વસીમ કથીરી

મળતી માહિતી મુજબ, ગુજરાત ATSને બાતમી મળી હતી કે, વસીમ કથીરી લાલદરવાજા સાંઇબાબા મંદિરે આવવાનો છે. જેથી આ બાતમીના આધારે ગુજરાત ATSએ સાંઇબાબા મંદિરે વસીમની ધરપકડ કરી તેના પર ગેરકાયદેસર રીતે શસ્ત્ર રાખવા બદલ આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુનો નોંધ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 2019માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વસીમ કથીરીની ધરપકડ કરી હતી. આ સમયે તેની પાસે 18 હથિયાર પણ હતા.

વસીમ કથીરીની ધરપકડ કર્યા બાદ તેના આવવાના કારણ અંગે ATS વિવિધ એન્ગલથી તપાસ કરી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details