ગુજરાત

gujarat

ETV Bharat / city

પંજાબના આડત્રીસ કિલો હેરોઈન કેસ સંદર્ભે કચ્છમાંથી બે શખ્સને પકડતી ગુજરાત એટીએસ - ટ્રકના ટુલ બોક્સમાં છુપાવેલું હેરોઈન

ગુજરાત એટીએસની વધુ એક સફળ કામગીરી બહાર આવી છે. ગુજરાત એટીએસે કચ્છથી બે શખ્સની ધરકપકડ કરી છે. ઉમર નામના આ શખ્સ પર 190 કરોડના ડ્રગ્સને પંજાબ પહોંચાડવાનો આરોપ છે. Gujarat ATS arrests two Accused from Kutch , Punjab thirty eight kg heroin case , Heroin concealed in toolbox of truck

પંજાબના આડત્રીસ કિલો હેરોઈન કેસ સંદર્ભે કચ્છમાંથી બે શખ્સને પકડતી ગુજરાત એટીએસ
પંજાબના આડત્રીસ કિલો હેરોઈન કેસ સંદર્ભે કચ્છમાંથી બે શખ્સને પકડતી ગુજરાત એટીએસ

By

Published : Aug 31, 2022, 3:31 PM IST

Updated : Aug 31, 2022, 4:03 PM IST

અમદાવાદતાજેતરમાં જ પંજાબ પોલીસે 38 કિલો હેરોઈન પક્ડયું હતું, જે ટ્રક ગુજરાતથી પંજાબ ગયો હતો. ગુજરાત એટીએસને જાણકારી મળી હતી કે આ ડ્રગ્સ પહોંચાડનાર શખ્સ કચ્છના દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. જાણકારીના આધાર પર ઉમર ખમીસા અને હમદા હારૂનની ગઈકાલ રાતે જ અટકાયત કરી લેવામાં આવી છે. પંજાબ પોલીસ આરોપીનો કબજો મેળવવા અમદાવાદ પહોંચશે

પંજાબ પોલીસ અમદાવાદ આવશેઉમર ખમીસા અને હમદા હારૂનની અટકાયત કર્યા પછી ગુજરાત એટીએસે આ માહિતી પંજાબ પોલીસને આપી છે. આરોપીની કસ્ટડી લેવા માટે પંજાબ પોલીસ અમદાવાદ આવી રહી છે. ઉમર અને હમદા હારૂન પર આરોપ છે કે તેણે સરહદ પારથી આવેલ ડ્રગ્સની ડિલિવરી સમુદ્રની વચ્ચે લીધી હતી. અને પછી તેને પંજાબ સુધી પહોંચાડી હતી.

આ પણ વાંચો ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સના ધંધાનો મુખ્યદ્વાર, આવી રીતે થાય છે પ્લાનિંગ

ટ્રકના ટુલ બોક્સમાંથી 38 કિલો હેરોઈન મળ્યું ગુજરાત એટીએસ દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ ગત તારીખ 27 ઓગસ્ટના રોજ પંજાબ પોલીસ દ્વારા એક ટ્રકના ટુલ બોક્સમાંથી 38 કિલો હેરોઈન જપ્ત કરી બે ઈસમો કુલવિન્દર રામ ઉર્ફે કિન્દા અને બિટ્ટુ બન્ને પંજાબના રહેવાસી છે અને તેમની ધરપકડ કરાઈ હતી. આ બન્ને સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો ભરૂચ જિલ્લા પોલીસની સૌથી મોટી કામગીરી, આ એક ઈનપુટથી ડ્રગ્સની આખી કંપની ઝડપાઈ

હેરોઈન ભરેલ ટ્રક ભૂજથી પંજાબ ગયો હતોઆ ગુનાની કપાસમાં જાણવા મળ્યા મુજબ આ ટ્રક ભૂજથી પંજાબ ગયો હતો. જે બાબતની જાણ પંજાબ પોલીસ દ્વારા ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીઓની કરી હતી. જે માહિતીને આધારે કચ્છના ગુવાર ગામ પાસે આવેલ લખ્ખી ગામના બે ઈસમો ઉમર ખમીસા અને હમદા હારૂન આ ગુનામાં સંડોવાયેલા હોવાનું માલુમ પડ્યું હતું. અને ગુજરાત એટીએસે આ બન્નેની ધરપકડ કરી છે. આ બન્ને આરોપીને અમદાવાદ લાવવામાં આવ્યા છે. અને પંજાબ પોલીસને સોંપવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Gujarat ATS arrests two Accused from Kutch , Punjab thirty eight kg heroin case , Heroin concealed in toolbox of truck ગુજરાત એટીએસ કચ્છમાંથી બે શખ્સની ધરપકડ પંજાબના આડત્રીસ કિલો હેરોઇન કેસ ટ્રકના ટુલ બોક્સમાં છુપાવેલું હેરોઈન

Last Updated : Aug 31, 2022, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details