અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસમાં સળવળાટ શરૂ થયો છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસનો સોશિયલ મીડિયામાં પ્રચાર કરવા માટેની કમાન પ્રશાંત કિશોરને આપવા રાહુલ ગાંધીએ મંજૂરી આપી છે. ગુજરાતમાં કોંગ્રેસ (Gujarat Congress 2022) આ વખતે કંઈક નવું કરવા જઈ રહી હોવાના સંકેતો મળી રહ્યા છે.
ભ્રષ્ટાચાર અને પેપરલીક મામલે કોંગ્રેસનો વિરોધ- યુવા નેતાઓ તો વિધાનસભા (Gujarat Assembly 2022)માં બરાબરનો હલ્લાબોલ કરી આવ્યા છે અને સરકારના કાને આદિવાસીઓ (tribes in gujarat)ના વિરોધની વાત પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારે પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ (par tapi narmada link project) સ્થગિત કરવો પડ્યો છે. ભ્રષ્ટાચાર (Corruption In Gujarat) અને પેપરલીક (Paper Leak Scam In Gujarat) મામલે કોંગ્રેસનો વિરોધ અનોખો રહ્યો છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર (Gujarat election campaign congress)ની કમાન PK એટલે કે પ્રશાંત કિશોરને સોંપવા માટે રાહુલ ગાંધીએ મંજૂરી આપી દીધી છે, તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો:ભાજપની આદિવાસી વોટબેંકને અસર ન થાય તે માટે સરકારે તાપી રિવર લિંક યોજના સ્થગિત કરી છે? જાણો સત્ય