અમદાવાદ: પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. વિસનગરમાં રુષિકેશ પટેલની ઓફિસ (Rishikesh Patel's office in Visnagar)માં તોડફોડ કરવા બદલ સ્થાનિક કોર્ટે તેમને 2 વર્ષની સજા (sentence to hardik patel) કરી હતી. આ સમગ્ર કેસ મામલે હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી હતી અને સુપ્રીમ કોર્ટે આ સજા પર સ્ટે મુકી દીધો છે.
કઈ બેઠક પર ચૂંટણી લડીશ તે પક્ષ નક્કી કરશે- હાર્દિક 2017-19ની ચૂંટણી લડી શક્યા નહોતા- હાર્દિક પટેલ પર સજા હોવાથી તેઓ 2017ની વિધાનસભા અને 2019ની લોકસભાની ચૂંટણી લડી શક્યા નહોતા. હવે જ્યારે સ્ટે હટી ગયો છે, તો તેઓ 2022 વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022) અને 2024માં (lok sabha election 2024) આવનારી લોકસભાની ચૂંટણી લડી શકશે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી હું બહાર રહીને દેશની જનતાની સેવા કરતો હતો અને હવે હું વિધાનસભા કે લોકસભામાં જઈને જનતાની સેવા કરીશ, જનતાનો અવાજ ઉઠાવીશ.
આ પણ વાંચો:Gujarat Election 2022 પહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે આપી રાહત, 2 વર્ષની સજા પર મૂક્યો સ્ટે
જનતાનો અવાજ બનવા ચૂંટણી લડીશ- તેમણે જણાવ્યું કે, ચૂંટણી લડવી એ મારો ઉદ્શ નથી, પણ જનતાનો અવાજ બનવા હું ચૂંટણી લડીશ. કઈ બેઠક પર ચૂંટણી લડીશ તે પક્ષ નક્કી કરશે, પણ ચૂંટણી લડવી તે નક્કી છે અને સત્તાની બહાર રહીને અત્યાર સુધી જનતાની સેવા કરી છે. તો હવે ચૂંટણી લડીને વિધાનસભામાં કે લોકસભામાં જઈને સેવા કરીશું. વિધાનસભામાં (Hardik Patel In Assembly) જઈશ તો સારા કાયદા બનાવી શકાશે. લોકોના પ્રશ્નોનું નિવારણ લાવવા માટે વિધાનસભામાં જવું જરૂરી છે.
આ પણ વાંચો:Congress Yuva Swabhiman Sammelan: સરકાર બેરોજગારી મુદ્દે બોલતા ડરે છે એટલે કાર્યક્રમને મંજૂરી ન આપીઃ હાર્દિક પટેલ
પાટીદારો સામેના કેસ પાછા ખેંચવા જોઇએ- આ ઉપરાંત હાર્દિક પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકારે પાટીદારો સામેના કેસ (Cases Against Patidar) પાછા ખેંચવા જાઈએ તે માંગને હું વળગી રહું છું. તમે સારું કામ કરો તો ગુજરાતની જનતાનો પ્રેમ મળી જ રહેશે અને જનતાના આશીર્વાદથી હું ચૂંટણી લડીશ.