અમદાવાદઅમદાવાદ ગ્રામ્યમાં 5 વિધાનસભા બેઠકો (Gujarat Assembly Election 2022) આવેલી છે. તેમાં ધંધૂકા બેઠકનો પણ સમાવેશ થાય છે. તે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારનો ભાગ છે. કૉંગ્રેસે ગત વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક (gujarat assembly party wise seats) ભાજપ પાસેથી (DHANDHUKA ASSEMBLY SEAT) આંચકી લીધી હતી.
ધંધુકા બેઠકની ડેમોગ્રાફીધંધૂકામાં કુલ મતદારો 2,45,475 છે. તેમાંથી 1,42,375 પુરૂષ અને 1,03,100 મહિલા મતદારો છે. આમ, પુરૂષ અને સ્ત્રી મહિલાઓની ટકાવારી અનુક્રમે 52 અને 48 ટકા છે. ધંધૂકા વિધાનસભા મતવિસ્તારમાં ધંધૂકા તાલુકા, રાણપર તાલુકા અને બરવાળા તાલુકાનો સમાવેશ થાય છે.
છેલ્લી ચૂંટણીઓના પરિણામોવર્ષ 2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં (Gujarat Assembly Election 2022) કૉંગ્રેસે રાજેશ ગોહિલને ટિકીટ આપી (Rajesh Gohil Congress MLA) હતી. તો ભાજપે કાળુભાઈ ડાભીને ટિકિટ આપી (Kalubhai Dabhi BJP MLA) હતી. આ બેઠક (gujarat assembly party wise seats) વર્ષ 1990થી ભાજપના કબજામાં રહી છે, પરંતુ વર્ષ 2017માં સત્તા પરિવર્તન થતા ભાજપના ઉમેદવારને કૉંગ્રેસના ઉમેદવારે 5,920 મતોથી પરાજય આપ્યો હતો. ભાજપના ઉમેદવારને 61,557 જયતે કૉંગ્રેસના ઉમેદવારને 67,477 મત મળ્યા હતા. જ્યારે 2012 વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસને 12.43 ટકા વધુ મત મળ્યા હતા.