ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Assembly Election 2022 : અમદાવાદની એવી વિધાનસભા બેઠક જે રહી છે હંમેશા રસપ્રદ - જગરુપસિંહ રાજપૂતની બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો અમદાવાદની બાપુનગર વિધાનસભા બેઠક (Bapunagar Assembly Seat) વિશે.

Gujarat Assembly Election 2022 : અમદાવાદની એવી વિધાનસભા બેઠક જે રહી છે હંમેશા રસપ્રદ
Gujarat Assembly Election 2022 : અમદાવાદની એવી વિધાનસભા બેઠક જે રહી છે હંમેશા રસપ્રદ

By

Published : Jul 19, 2022, 6:00 AM IST

Updated : Jul 19, 2022, 11:04 AM IST

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022 ) હવે ગણતરીના દિવસો બાકી છે.તમામ પક્ષોએ પોતાની તૈયારી શરુ કરી દીધી છે. છેલ્લા બે વખતની વિધાનસભાની ચૂંટણીના પરિણામની વાત કરવામાં આવે છે. તો ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાને બરાબરની ટક્કર આપી છે. જેમાં એકવાર ભાજપ અને એકવાર કોંગ્રેસે આ વિધાનસભા પોતાને ફાળે કરી હતી. અહીં ઓબીસી, દલિતો અને મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ જોવા મળી આવે છે .2017ની ચૂંટણીમાં ઓબીસી અને દલિતોની નારાજગીનો લાભ કોંગ્રેસને લાભ મળ્યો હતો. જેમાં કોંગ્રેસ આ વિધાનસભા બેઠક (Bapunagar Assembly Seat)પોતાને નામ કરી હતી.

આ બેઠકના મતદારોમાં મોટો વધારો નોંધાશે

બાપુનગર વિધાનસભા ડેમોગ્રાફીઃગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠકમાં (Bapunagar Assembly Seat)અમદાવાદ મહાનગરપાલિકાના બાપુનગર, રખિયાલ, દરિયાપુર અને સરસપુર વોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠકની રચના નવા સીમાંકનમાં કરવામાં આવી છે.અગાઉ આ બેઠકનો સમાવેશ રખિયાલ બેઠકમાં થતો હતો. જેમાં દલિત સમાજના 14,549 મતદાતા,આદિજાતિ 1,117.મુસ્લિમ સમાજ 46,065, ઠાકોર સમાજનાં 1617, કોળી સમાજ 1317, રબારી સમાજ 8083, લેઉવા પટેલ 14,549, કડવા પાટીદાર 17,783, ક્રિશ્ચિયન સમાજના 1617, બ્રાહ્મણ સમાજ 3233 ,જૈન સમાજના 1617, દરબાર સમાજ 4850 મતદાતા આવે છે. મુસ્લિમ 24.03 ટકા, પરપ્રાંતિય 12.01 ટકા છે. મતદારોની સંખ્યા જોઇએ તો બાપુનગર વિધાનસભાની ચૂંટણીની સંખ્યાની વાત કરવામાં આવે તો 2012 ચૂંટણી મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે તો પુરુષની મતદાતાની સંખ્યા 89,305 અને મહિલા 77,402 મતદાતા હતાં. જ્યારે 2017માં પુરુષ મતદાતાની સંખ્યા વધીને 1,00,272 જ્યારે મહિલાની સંખ્યા 89,365 અને અન્ય 11 જેટલા મતદાતાનો નોંધાયા છે. તાજેતરમાં નવી વસતી ગણતરી મુજબ પુરુષ મતદારોની સંખ્યા 1,08,437 અને મહિલા મતદારોની સંખ્યા 97,692 મળી કુલ મતદાર 2,06,129 અને અન્ય 13 મતદારો નોંધાયા છે. બાપુનગર વિસ્તામાં રખિયાલ વિસ્તારમાં મોટાભાગમાં ઇન્ડ્ર્સ્ટીયલ વિસ્તાર આવેલો હોવાથી મોટાભાગના લોકો અહીં વર્ષોથી મિલ કામદારો, રત્ન કલાકારો, નાના વેપારી અને લઘુઉદ્યોગ ક્ષેત્રે કામ કરતા લોકો મોટાપાયે વસવાટ કરે છે. ઓબીસી,દલિતો અને મુસ્લિમોના મતદારોનું વર્ચસ્વ છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : દસક્રોઈ બેઠક પર આ પક્ષનું પ્રભુત્વ રહ્યું છે, નો રીપિટ થાય તો તકલીફ પડે?

અગાઉની વિધાનસભા ચૂંટણીના પરિણામઃ 2012 વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો પુરુષોની કુલ મતદાતા 89,305ની સામે 67,757 એટલે કે 69.15 ટકા મહિલા કુલ મતદાતા 77,402માંથી 50,167 એટલે કે 64.81 ટકા મતદાન થયું હતું. ભાજપ તરફથી જગરૂપસિંહ રાજપૂત (Jagrupsinh Rajput Seat ) અને કોંગ્રેસ તરફથી ધીરુભાઇ શયાણીએ પોતાની દાવેદારી નોંધાવી હતી.જેમાં ભાજપના ઉમેદવાર જગરૂપસિંહ રાજપૂતને 51,058 મત અને કોંગ્રેસ ઉમેદવાર ધીરુભાઇ શયાણીએ 48,455 મત મળ્યા હતાં. 2012 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની 2603 મતથી જીત થઇ હતી.

પરપ્રાંતીય મતદારોનું વજન રહે છે

જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં (Gujarat Assembly Election 2017) મતદારોની સંખ્યામાં વધારો થયો હતો. જેમાં પુરુષોની મતદાન 66.42 ટકા અને મહિલાનું 61.92 ટકા જ્યારે અન્યનું 27.27 ટકા મતદાન થયું હતું. ભાજપ તરફથી ફરીવાર જગરૂપસિંહ રાજપૂતને (Jagrupsinh Rajput Seat ) રિપીટ કર્યા હતાં.જ્યારે કોંગ્રેસ સ્થાનિક ઉમેદવાર હિંમતસિંહ પટેલ ટિકિટ આપી હતી. જેમાં ભાજપના જગરૂપસિંહ રાજપૂતને 55,718 મત અને કોંગ્રેસ હિંમતસિંહ પટેલ (Himmatsinh Patel Seat ) ઉમેદવારને 58,785 મત મળ્યા હતાં. જેમા કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલને 3067 મતથી વિજય (Bapunagar Assembly Seat)થયો હતો.

વિધાનસભા વિસ્તારમાં આ જાણી લો

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : ગુજરાતની આ વિધાનસભા જ્યાં પાટીદાર ઇફેક્ટ ઘણી ઊંડી છે

બાપુનગર વિધાનસભાની ખાસિયત- રિંગરોડ પરના ઓઢવ ચાર રસ્તા પાસે નવું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને તેને સંલગ્ન નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. પૂર્વ અમદાવાદમાં રહેણાંક વિસ્તાર માટે સુવિધાઓ (Bapunagar Assembly Seat)ઊભી કરાતાં દશ લાખથી એક કરોડ રૂપિયાના ફ્લેટ્સ પૂર્વ વિસ્તારમાં વેચાઇ રહ્યા છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં 60થી 70 ટકા પ્રોજેક્ટ ચાલુ થઇ ચૂક્યા છે. સ્થાનિક લોકો હિંમતસિંહની કામગીરીથી ખુશ જોવા મળી રહ્યા છે. મોટાભાગનો ઔદ્યોગિક વિસ્તાર હોવાથી વિકાસ થયો છે. સ્થાનિકોની રોજગારી ઉભી થઇ છે.

બાપુનગર બેઠક પરના પ્રશ્નો બનશે પ્રભાવી

બાપુનગર વિધાનસભા બેઠકની માગ-આ બેઠકનો (Bapunagar Assembly Seat) સૌથી મોટો પ્રશ્નખારીકટનો ઉકેલ આવ્યો નથી. ગંદકીથી ખદબદતી કેનાલ રોગચાળાનું કારણ બની છે. ટ્રાફિકની સમસ્યા છે જેના કારણે પ્રદૂષણ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. નવા વિસ્તારોમાં હજુ પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. ગોમતીપુર, રામોલ, હાથીજણ જેવા વિસ્તારમાં પીવાના પાણી સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી. કેમિકલયુક્ત પાણી આવતું હોવાથી આ વિસ્તામાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે. રસ્તાઓની ખરાબ હાલત જોવા મળી રહી છે. વરસાદના પાણીનો નિકાલ નથી જેના કારણે થોડાક વરસાદમાં પાણી ભરવાની સમસ્યા જોવા મળી આવે છે. લોકોની માગ છે કે ખારીકટ કેનાલ પ્રોજેક્ટ ઝડપથી અમલમાં મુકી તેની ઉપર રોડ બનાવવામાં આવે. પીવા માટેના પાણીની સમસ્યા નિરાકરણ કરવામાં આવે. જે કંપની કેમિકલયુક્ત પાણી છોડી રહી છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.આ મુદ્દાઓ આગામી ગુજરાત ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 ) માટે પ્રભાવી રહેશે.

Last Updated : Jul 19, 2022, 11:04 AM IST

ABOUT THE AUTHOR

...view details