ગુજરાત

gujarat

ETV Bharat / city

તમે જવાનોને કમલમમાં સિક્યુરિટી તરીકે રાખતા હોવ તો તમારા દીકરાને ગાર્ડની ઓફર હું આપું છું: ઈસુદાન - અગ્નિપથ વિરોધ

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી અગ્નિપથ યોજનાનો (Agnipath Scheme Protest) દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. વિવિધ પાર્ટીઓ (Aam Admi Party Gujarat Statement) પણ આ અગ્નિપથ યોજનાની સામે અને યુવાનનો સમર્થનમાં આવી છે. કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાંથી આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.

તમે જવાનોને કમલમમાં સિક્યુરિટી તરીકે રાખતા હોવ તો તમારા દીકરાને ગાર્ડની ઓફર હું આપું છું: ઈસુદાન
તમે જવાનોને કમલમમાં સિક્યુરિટી તરીકે રાખતા હોવ તો તમારા દીકરાને ગાર્ડની ઓફર હું આપું છું: ઈસુદાન

By

Published : Jun 20, 2022, 5:39 PM IST

અમદાવાદ : ભાજપના રાષ્ટ્રીય સચિવ કૈલાશ વિજયવર્ગીયના વિવાદસ્પદ નિવેદનનો ભારે વિવાદ થઈ રહ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના (Gujarat Aam Admi party) રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી ઈસુદાન ગઢવીએ વળતા પ્રહાર કર્યા હતા.જેમાં તેમણે તેમના દીકરાને આપ આદમી પાર્ટીના કાર્યાલયમાં સિક્યુરિટીની (Job Offer For Security personal in AAP Office) નોકરી માટે ઓફર પણ કરી હતી. જેને લઈ આ મામલો ચર્ચાસ્પદ બની રહ્યો છે.

આ પણ વાંચો:Rains in Vapi : વલસાડ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, વાપીમાં 2 કલાકમાં દે ધનાધન!

યુવાનોને અગ્નિવીર પસંદ નથી:ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે જે અગ્નિવીર યોજના અમલમાં મૂકી છે.તે યોજના દેશના યુવાનોને પસંદ (Agnipath Yojna nation wide protest) નથી. જેના કારણે દેશના યુવાનો રસ્તા પર આંદોલન કરવા મજબૂર બન્યા છે. અગાઉ પણ ખેડૂતને પસંદ ન હતા તેવા કાયદા લાવવામાં આવ્યા હતા. તેના ફાયદા ગણાવવા કાર્યકર્તા ઘરે ઘરે જઈ રહ્યા હતા.

તમારા દીકરાને ભરતી કરો:ભાજપના રાષ્ટીય સચિવ કૈલાસવીરના વિવિદાસ્પદ નિવેદન પર કહ્યું હતું કે તમે તમારા દીકરાને પહેલા આ અગ્નિવીર યોજનામાં ભરતી કરો. સાથે સાથે ગુજરાત આમ આદમી પાર્ટીની ઓફિસમાં સિક્યુરિટી ઓફિસ છે. 10 હજારની જગ્યા પર 15 હજાર પગાર આપશું તેવું નિવેદન આપ્યું હતું. દિલ્હીમાં ખેડૂત આંદેલન વખતે છેવટે 700 ખેડૂતના જીવ ગુમાવ્યા બાદ તે કાળા કાયદા પરત લેવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો:શું તમે હજી પણ અગ્નિપથ યોજનાના નિયમો અને શરતો નથી જાણતા, તો આ અહેવાલ જરુર વાંચો...

સંગઠનનો દૂર ઉપયોગ: બે વર્ષ પહેલાં ભાજપ સરકારે ખેડૂત વિરોધી બિલ લાવીને દેશના ખેડૂતોને આંદોલન કરવા મજબૂર કર્યા હતા. ભાજપના કાર્યકર્તા તેના ફાયદા ગણાવા મજબૂર કર્યા હતા. હવે અગ્નિવીર યોજના લાવી ફરી ભાજપના કાર્યકર્તા ફાયદા ગણાવી સરકારની મજબુતી પુરવાર કરે છે.

નેતાને આજીવન પેન્શન: ઈસુદાને એવું પણ ઉમેર્યું કે, દેશમાં અગ્નિવીર યોજના સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેની પાછળ જવાબદાર કોણ? દેશમાં MP, MLA એકવાર ચૂંટણી લડે છે એને આજીવન પેંશન આપવામાં આવે છે. દેશ માટે લાડનારને કેમ આપવામાં આવતું નથી. ભાજપ સરકારે પહેલા ખેડૂતો આપમાન કર્યું હતું અને હવે દેશના વીર જવાનોનું અપમાન કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details