ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિ બદલાઈ, વિદ્યાર્થીઓ અડધી રાતે પણ પરીક્ષા આપી શકશે - undefined

કોરોના બાદ શિક્ષણની પરિસ્થિતિ બદલાઈ છે જેમાં પરીક્ષાની પદ્ધતિ પણ બદલાઈ હતી જે હવે કાયમ કરવાનો ગુજરાત યુનિવર્સીટીએ નિર્ણય કર્યો છે જેથી હવે UGના વિદ્યાર્થીઓ પરીક્ષા ઓનલાઇન અને ઓફલાઇન આપી શકશે જ્યારે UGના વિદ્યાર્થીઓ ઑન ડિમાન્ડ પરીક્ષા આપી શકશે એટલે કે વિદ્યાર્થી ઈચ્છે ત્યારે ગમે તે સમયે પરીક્ષા આપી શકશે.

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિ બદલાઈ
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિ બદલાઈ

By

Published : Nov 21, 2021, 6:03 PM IST

  • ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાને લઈને અનોખી પહેલ
  • PGના વિદ્યાર્થીઓ અડધી રાતે પણ પરીક્ષા આપી શકશે
  • PGના કોર્સમાં વિદ્યાર્થીઓની ઓન ડિમાન્ડ પર પરીક્ષા લેવાશે

અમદાવાદ: કોરોનાને કારણે માર્ચ 2020થી શિક્ષણ ક્ષેત્રમાં અનેક પરિવર્તન આવ્યા છે જેમાં પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર થયા છે. કોરોના દરમિયાન ઓફલાઇન પરીક્ષા શક્ય ન હોવાથી વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો. જે બાદ કેસ ઘટતા ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષા એમ 2 વિકલ્પ આપવામાં આવ્યા હતા. જે વિકલ્પ આપવાની પદ્ધતિ હજુ યથાવત જ રાખવામાં આવી છે. 24 નવેમ્બરથી ગુજરાત યુનિવર્સીટીમ પરીક્ષા શરૂ થશે જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓએ ઓફલાઇન પરીક્ષાનો વિકલ્પ પસંદ કર્યો છે પરંતું વિદ્યાર્થીઓની પરીક્ષા ઈચ્છે તો ઓફલાઇનની જગ્યાએ ઓનલાઇન પરીક્ષા પણ આપી શકશે.

PGના વિદ્યાર્થીઓ બંને માધ્યમથી આપી શકશે પરીક્ષા
આ ઉપરાંત PGના વિદ્યાર્થીઓએ માટે પણ કોરોના બાદ નવી પદ્ધતિ શરૂ કરી છે. PGના કોર્ષમાં વિદ્યાર્થીઓની ઑન ડિમાન્ડ પરીક્ષા યોજવામાં આવશે. આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ ઈચ્છે ત્યારે અને કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએથી પરીક્ષા આપી શકશે. પરીક્ષા માટે કોઈ સમય કે સ્ટાફ નક્કી કરવામાં નહીં આવે વિદ્યાર્થીઓ તૈયારી કરીને પરીક્ષા આપવાનો નિર્ણય કરી શકે છે, ત્યારે વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા યોજવામાં આવશે. આ સાથે ઓફલાઇન પરીક્ષાનો વિકલ્પ તો રહેશે પરંતુ ઓન ડિમાન્ડનો વિકલ્પ આપવામાં આવશે.

વિદ્યાર્થીઓનો સમય ન બગડે તે માટે લેવાયો નિર્ણય
ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે કોરોના બાદ ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ સામે આવ્યો છે જે હવે યથાવત જ રાખવામાં આવશે જેથી વિદ્યાર્થીઓનો સમય ન બગડે. UGના વિદ્યાર્થીઓએ નક્કી કરેલ સમય પર ઓનલાઇન કે ઓફલાઇન પરીક્ષા આપી શકશે. વિદ્યાર્થી પાસે 2 વિકલ્પ હશે જ્યારે PGના વિદ્યાર્થીઓ માટે ઓન ડિમાન્ડ પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓ પોતાની તૈયારી કરીને અડધી રાતે પણ પરીક્ષા આપી શકશે, જેમાં વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા આપવાની રહેશે.

આ પણ વાંચો :ગુજરાત યુનિવર્સિટીની વધુ એક બેદરકારી આવી સામે

આ પણ વાંચો :રાજ્યની યુનિવર્સિટીઓ અંગે સરકારે બહાર પાડ્યો પરિપત્ર, પાલન કરવી પડશે ગાઇડલાઇન

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details