અમદાવાદ: ગુજરાતની શિક્ષણ નીતિથી(Education policy of Gujarat) આપણે બધા વાકેફ છીએ. રાજ્યના ઘણા વિસ્તારોમાં પૂરતી સુવિધા(enough facilities in schools) સાથે શાળાઓ નથી. ગામડાના બાળકોને શિક્ષણ(Educating rural children) મેળવવા માટે શહેરોમાં જવું પડે છે. જ્યારે શહેરના વિધાર્થીઓ અન્ય રાજયો કે વિદેશમાં(City students gets Abroad Education) ભણવા જતા હોય છે, તેમ છતાં સરકારની શિક્ષણની કામગીરી ખૂબ જ નબળી રહી છે. આ ઉપરાંત ગુજરાત સરકાર શિક્ષણનું ખાનગીકરણ તરફ જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.
Government's interest on privatization of education : શિક્ષણવીદ, સારું શિક્ષણ આપવા સરકારે યોગ્ય અઘ્યપકોની ભરતી કરવી જોઈએ દિલ્હીમાં સરકારી સ્કૂલોમાં શિક્ષકોની અછત નથી -ત્યારે આ મામલે શિક્ષણવિદ હેમંત શાહે જણાવ્યું હતું કે દિલ્હીની શિક્ષણની તુલનાએ ગુજરાતની શિક્ષણ(Education in Gujarat compared Delhi) નીતિ ખૂબ જ નબળી છે દિલ્હીમાં વિદ્યાર્થીઓની સારૂં શિક્ષણ(Good education of students in Delhi) મળે છે તેનું એક જ કારણ છે કે દિલ્હીમાં સરકારી સ્કૂલોમાં શિક્ષકોની અછત નથી તેમજ ત્યાંની સરકાર દ્વારા સરકારી શાળા અને કોલેજોમાં શિક્ષકોને યોગ્ય ભરતી કરવામાં આવે છે. તેમજ ત્યાં ખાનગી સ્કૂલોને મંજૂરી ઓછી આપવામાં આવે છે ત્યારે ગુજરાતની શિક્ષણ નીતિની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સરકારી સ્કૂલો અને કોલેજોમાં પૂરતા શિક્ષકો અને અધ્યાપકો નથી આ ઉપરાંત જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સરકારી સ્કૂલ નું યોગ્ય નથી. ત્યારે ગુજરાતની સરકાર પણ શિક્ષણને ખાનગીકરણ તરફ લઈ જવા માટે ઈચ્છે છે.
આ પણ વાંચો:Controversial statement by Vaghani: વાઘાણીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કોંગ્રેસ અને AAPએ લીધા આડેહાથ
ભાજપ સરકાર દ્વારા ખાનગી શિક્ષણને પ્રોત્સાહન - ત્યારે રાજ્યમાં 50,000 જેટલા શિક્ષકોની ભરતી કરવાની જરૂર છે. ત્યારે બીજી તરફ વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે આપેલા આંકડા સરકારની પોલ ખોલી દીધી હતી. જેમાં છેલ્લા બે વર્ષમાં સરકારે 399 જેટલી ખાનગી શાળાઓને મંજૂરી આપીએ છીએ તેની સામે માત્ર 19 સરકારી શાળાઓને મંજુરી આપવામાં આવી છે.આ દરમિયાન બીજી તરફ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ખાનગી શિક્ષણને પ્રોત્સાહન આપવાની નીતિને કારણે એક તરફ અનેક પ્રાથમિક શાળાઓ બંધ થઈ રહી છે તો બીજી તરફ નવી પ્રાથમિક શાળાઓને મંજૂરી પણ નથી આપવામાં આવી રહી.
આ પણ વાંચો:Education system of Gujarat: ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને જોવા મનિષ સિસોદીયા સોમવારે આવી રહ્યા છે
સરકાર સ્માર્ટ સ્કૂલ તૈયાર કરે છે પરંતુ સાર સંભાળ લેતી નથી - આ ઉપરાંત રાજ્યની પ્રાથમિક શાળાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં 2020- 21માં 18,537 શાળાના ઓરડાની ઘટ હતી. જે હવે વધીને 19128 થઈ ગઈ છે. આ ઉપરાંત રાજ્યની 23 સરકારી શાળાઓમાં તો વીજળીની પાયાની સુવિધા પણ ઉપલબ્ધ નથી. આથી ગુજરાતની નબળી શિક્ષણ નીતિની પાછળ અનેક કારણો જવાબદાર છે. આ દરમિયાન સરકાર શા માટે ખાનગી શાળાઓને વધુ મંજૂરી આપે છે, તેમજ સ્કૂલો અને કોલેજોમાં શા માટે શિક્ષકો અને અધ્યાપકોની પૂરતા પ્રમાણમાં ભરતી કરવામાં આવતી નથી? સરકાર સ્માર્ટ સ્કૂલ તૈયાર કરે છે પરંતુ તેની સાર સંભાળ કેમ લેવામાં આવતી નથી?
ગુજરાતની સરકાર શિક્ષણને ખાનગીકરણ તરફ લઈ જવા માટે ઉત્સુક -દિલ્હી અને ગુજરાતની સરખામણીએ ગુજરાતની શિક્ષણ નીતિ નબળી છે તેવું દેખાઈ રહ્યું છે ત્યારે ગુજરાતની સરકાર શિક્ષણને ખાનગીકરણ તરફ લઈ જવા માટે ઉત્સુક હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં રાજ્યમાં કેટલા શિક્ષકો અને અધ્યાપકોની ભરતી કરવામાં આવે તે જોવું રહ્યું.