- રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર
- 26 ઑક્ટોબરે દિવસે થશે પગાર
ગાંધીનગર : નવલી નવરાત્રી વિદાય લઈ રહી છે ત્યારે હવે 20 દિવસ બાદ દિવાળીના તહેવારોની શરૂઆત થઈ રહી છે ત્યારે રાજ્યનાં નાણા વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ દિવાળી સારી રીતે ઉજવણી કરી શકે તે માટે ઓક્ટોબર માસનો પગાર 26 ઑક્ટોબરના દિવસે કરવામાં આવશે.
6 દિવસ પહેલા થશે પગાર
રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા રાજ્યના તમામ વર્ગના કર્મચારીઓ માટે પગાર 1 થી 5 ની તારીખ વચ્ચે કરવામાં આવતો હોય છે પરંતુ દિવાળીના તહેવારો નવેમ્બર માસની શરૂઆતમાં જ આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ સારી રીતે દિવાળીની ઉજવણી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 26 ઓક્ટોબરના દિવસે જ પગાર ની ચૂકવણી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે આમ દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા દિવાળીના થોડા દિવસ અગાઉ પહેલો પગાર કરવામાં આવે છે.
28 ટકા ભથ્થું પણ પ્રાપ્ત થયું
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી પહેલા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પણ ચૂંટણીની જાહેરાત થાય તેના કલાક પહેલા જ રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને મોઘવારી ભથ્થામાં વધારો કરીને ચૂકવવાની જાહેરાત કરી હતી પરંતુ ચૂંટણીના થોડા દિવસ અગાઉ જ મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણી રાજીનામું આપ્યું હતું આમ છેલ્લા 40 દિવસની અંદર જ ગુજરાત સરકારના તમામ કર્મચારીઓની બે દિવાળી આવી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.