અમદાવાદ: કોરોના વાઇરસની મહામારી અને લૉકડાઉનને લીધે પાંજરાપોળમાં ભંડોળ ખૂટી પડતા અને ગાયોની દેખરેખ માટે નાણાં પુરા પાડવાની માંગ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી પર મંગળવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 15મી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.
પાંજરાપોળમાં ભંડોળની અછત મુદ્દે હાઈકોર્ટની સરકારને નોટિસ - હાઈકોર્ટેની સરકારને નોટિસ
લૉકડાઉનને લીધે પાંજરાપોળમાં ભંડોળ ખૂટી પડતા અને ગાયોની દેખરેખ માટે નાણાં પુરા પાડવાની માંગ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી પર મંગળવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે.
હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજુઆત કરવામાં આવી હતી કે કોરોના લૉકડાઉનને લીધે પાંજરાપોળમાં ભંડોળ ખૂટી પડ્યો છે. પાંજરાપોળમાં રાખવામાં આવેલી હજારો ગાયો માટે ઘાસચારાની તંગી છે. મુંબઈના બે દાતા સહિત ત્રણ અરજદારોએ સરકારી પોલિસી પર પ્રકાશ પાડ્યો હતો.
રાજ્ય સરકાર ગાય પાછળ પ્રતિ દિવસ 25 રૂપિયા રકમ પુરી પાડે છે જ્યારે પ્રાણી દીઠ સરેરાંશ ખર્ચ 100 રૂપિયા થાય છે. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજી બાદ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના સરકારી કર્મચારીઓને ભંડોળ વધારવાનો નિર્દેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 15મી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.