ગુજરાત

gujarat

ETV Bharat / city

ગરબે ઘૂમવા મળશે ખરું… નવરાત્રિમાં કેવી હશે નવી સરકારની ગાઈડલાઈન્સ?

નવરાત્રિ એટલે શક્તિની આરાધનાનું પર્વ અને સાથે ગરબે ઘુમવાની મઝા. રાસ રમવાનો અનેરો આનંદ અને રાત્રે નાસ્તાની લહેજત માણવાની. આ વર્ષે આ મઝા લૂંટવા મળશે ખરી? માતાજીની ભક્તિ કરવા મળશે ખરી? ગુજરાત સરકાર નવરાત્રિને લઈને કેવી ગાઈડલાઈન્સ જાહેર કરશે… ઈ ટીવી ભારતનો વિશેષ અહેવાલ

ગરબે ઘૂમવા મળશે ખરું… નવરાત્રિમાં કેવી હશે નવી સરકારની ગાઈડલાઈન્સ?
ગરબે ઘૂમવા મળશે ખરું… નવરાત્રિમાં કેવી હશે નવી સરકારની ગાઈડલાઈન્સ?

By

Published : Sep 24, 2021, 2:10 PM IST

  • ગુજરાતની નવરાત્રિ જગવિખ્યાત છે
  • બોલીવુડ ગરબા માણવા ગુજરાત આવે છે
  • શું આ વર્ષે ગરબા ગાવા મળશે?

અમદાવાદ: નવરાત્રિ આડે હવે માત્ર પંદર દિવસ બાકી રહ્યાં છે. ગુજરાતની નવરાત્રિ જગમશુહર છે. બોલીવુડ પણ નવરાત્રિ માણવા ગુજરાત આવે છે. ગત વર્ષે તો કોરોના જેવી વૈશ્વિક મહામારી હતી, જેથી ગરબા ગાઈ શકયા ન હતા. પણ આ વર્ષે કોરોનાના કેસ સાવ ઘટી ગયા છે, તો ગુજરાત સરકાર ગરબા ગાવા માટેની થોડી છૂટ આપશે, તેમ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

ગત વર્ષે ગરબા પર પ્રતિબંધ હતો
ગત વર્ષે કોરોના વાયરસ ફેલાયો હતો, જેને કારણે ગુજરાત સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડીને ગરબા રમવા પર પ્રતિબંધ મુક્યો હતો. માત્ર માતાજીની ગરબી અને ઘટ સ્થાપન કરવાની મંજૂરી આપી હતી. પૂજા અને આરતી કરીને રાત્રે 10 વાગ્યા પહેલા ઘેર જતું રહેવાનું. લાઉડ સ્પીકર, ડીજે કે ગરબા ગાવાની છૂટ હતી નહી. આમ પ્રજા ખૂબ કોરોનાથી ડરેલી હતી, જેથી કોઈએ ગરબા ગાયા નથી. માત્ર નવ દિવસ માતાજીની આરતી પૂજા કરી હતી. પ્રસાદ પણ વહેંચવાનો નહતો.

નવી સરકાર ગરબા ગાવાની છૂટ આપશે
પણ આ વર્ષે કોરોનાની બીજી લહેર આવીને જતી રહી છે. હાલ ગુજરાતમાં દરરોજ માંડ 10થી 12 કેસ આવે છે. જેથી ગુજરાત સરકારે થોડી છૂટછાટ આપશે. નવા સીએમ સાથે નવું પ્રધાનમંડળ આવ્યું છે, જેથી હવે સરકાર નવરાત્રિની ગાઈડલાઈન્સ જાહેર કરશે, તે ગાઈડલાઈન્સ કેવી હશે? ગરબા ગાવાની છૂટ મળશે?

આ પણ વાંચો :AMCનો વધુ એક નિર્ણય: વેક્સિન સર્ટિફિકેટ બતાવ્યા વગર હોટલ કે રેસ્ટોરન્ટ્સમાં પ્રવેશ નહિં મળે

નવી ગાઈડલાઈન્સ આવી હશે?

  • શેરી ગરબાની છૂટ મળશે
  • સોસાયટી કે એપોર્ટમેન્ટના ચોકમાં માતાજીની ગરબી પઘરાવી શકાશે
  • ઘટ સ્થાપન કરી શકાશે
  • આરતી પૂજા અને પેકિંગવાળો પ્રસાદ વહેંચવાની છૂટ અપાશે
  • કલબ, પાર્ટી પ્લોટમાં ગરબાની છૂટ નહી મળે
  • શેરી ગરબામાં વેક્સિન લીધી હશે તે જ ગરબા કરી શકશે
  • ગરબા ગાનારે ફરજિયાત પણે માસ્ક પહેરેલું હોવું જોઈએ
  • રાત્રિના 12 વાગ્યા સુધી ગરબા કરી શકાશે
  • ડીજે અને લાઉડ સ્પીકર રાત્રિના 12 વાગ્યા સુઘી વગાડી શકાશે

આ પણ વાંચો : સપ્તાહના છેલ્લા દિવસે ઐતિહાસિક ઉંચાઈ સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ પહેલી વાર 60,000ને પાર

ખેલૈયાઓ તૈયાર થઈ જજો
ખેલૈયાઓ તૈયાર થઈ જજો… આ વર્ષ નવરાત્રિમાં ગરબા ગાવા મળશે. આ વર્ષ રંગચંગે રથયાત્રા નીકળી, શ્રાવણના તહેવારો ઉજવાયા, જન્માષ્ટીએ કૃષ્ણ જન્મ ઉજવાયો, ગણપતિ ઉત્સવ ઉજવાયો, તો પછી હવે ગરબા ગાવાની સરકાર છૂટ આપશે જ. તમામ તહેવારોની ઉજવણી કોરોનાની ગાઈડલાઈન્સ સાથે કરવી તે પણ હિતાવહ છે. ઈ ટીવી ભારત આપને અપીલ પણ કરી રહ્યું છે કે તહેવારોની ઉજવણીમાં માસ્ક ફરજિયાત પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું અવશ્ય પાલન કરવું.


ભરત પંચાલ, બ્યૂરો ચીફ, ઈ ટીવી ભારત ગુજરાત

ABOUT THE AUTHOR

...view details