ગુજરાત

gujarat

ETV Bharat / city

જમીન વિવાદ મુદ્દે સરકારે હાઈકોર્ટ સમક્ષ કબુલ્યુ માપણીમાં ભૂલ થઈ હતી, હવે જોઈન્ટ સર્વે કરાશે

રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન બાબુ બોખીરિયા પર જામનગરના ભરડવા ગામમાં જંગલની 2 હજાર એકર જમીનને નોન-એગ્રીકલ્ચર લેન્ડમાં તબ્દીલ કરી, લાઈમ સ્ટોન પર કબ્જો કરવા હેતુ ખરીદાયેલી જગ્યા સામે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી મુદ્દે શુક્રવારે ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને એ.જે દેસાઈની ખંડપીઠ સમક્ષ રાજ્ય સરકાર તરફે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષો પહેલાં સરકાર દ્વારા માપણી કરવામાં ભૂલ કરવામાં આવી હોવાની રજૂઆત કરવામાં આવી છે. જેથી હવે જોઈન્ટ સર્વે કરીને ભૂલ સ્વીકારવામાં આવશે.

By

Published : Jan 30, 2020, 8:31 PM IST

ETV BHARAT
જમીન વિવાદ મુદ્દે સરકારે હાઈકોર્ટ સમક્ષ કબુલ્યુ માપણીમાં ભૂલ થઈ હતી, હવે જોઈન્ટ સર્વે કરાશે

અમદાવાદ: પૂર્વ કેબિનેટ પ્રધાન બાબુ બોખીરિયાના કેસમાં હાઈકોર્ટમાં રાજ્ય સરકાર તરફે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે 3 કિલોમીટર દૂર માપણી કરવાની હતી, પરતું માપણીમાં સરકાર દ્વારા ભૂલ થઈ ગઈ હતી અને હવે જોઈન્ટ સર્વે કરીને ભૂલ સ્વીકારવામાં આવશે. હાઈકોર્ટે આ મુદ્દે અરજદારને જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 24 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

જમીન વિવાદ મુદ્દે સરકારે હાઈકોર્ટ સમક્ષ કબુલ્યુ માપણીમાં ભૂલ થઈ હતી, હવે જોઈન્ટ સર્વે કરાશે

હાઈકોર્ટ દ્વારા પાઠવામાં આવેલી નોટીસનો જંગલ ખાતા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. આ કેસમાં સંડોવાયેલા બાબુ બોખીરિયાના સગા સંબંધીની ભાગીદારી પેઢી કોર્ટમાં સામેથી હાજર થઈ હતી અને આ મુદ્દે જવાબ રજૂ કરવા સમયની માગને ગ્રાહ્ય રાખવામાં આવી હતી. પ્રધાન બાબુ બોખીરિયા અને તેમના સગાઓ સામે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીના મામલે હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો છે. જામનગરની પરવાડા ગ્રામ પંચાયત તરફથી જંગલની 200 હેક્ટર જમીન પચાવી પાડવાનો આરોપ બાબુ બોખીરિયા પર લગાડવામાં આવ્યો છે

બાબુ બોખીરિયા અને તેમના સગા-સબંધીઓ પર હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. જેમાં અંદાજીત 300 કરોડ રૂપિયાના કૌભાંડમાં બાબુ બોખિરીયાના જમાઈ અને પુત્રની માલિકીની કંપનીને કાયદા વિપરીત જઈને જમીન અપાઈ હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details