- લવ જેહાદના કાયદા ઉપરનો સ્ટે હટાવવા રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
- કુલ 6 જેટલી કલમો ઉપર કોર્ટે લગાવ્યો છે સ્ટે
- ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો નિર્ણય આપ્યો હતો
- સ્ટે હટાવવા રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના દ્વારે
અમદાવાદઃ મહત્વનું છે ધર્મ સ્વતંત્રતા સુધારણા એકટ 2021ને ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) પડકારતા કોર્ટે વચગાળાનો આદેશ જાહેર કર્યો હતો. આ આદેશમાં કોર્ટે કાયદાની કલમો 3, 4, 4(અ), 4(બ), 4(ક), 5, 6, 6(અ) ની કલમો ઉપર સ્ટે લગાવ્યો છે. જ્યાં સુધી હાઇકોર્ટ આ સ્ટે ન હટાવે ત્યાં સુધી આ કાલ્મોની અમલવારી થઈ શકશે નહીં. તેથી ઉપરોક્ત કલમો હટાવવા માટે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટ ( Supreme Court ) પહોંચી છે. આગામી દિવસોમાં આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ શકે છે.
અગાઉ કલમ 5 પરનો સ્ટે હટાવવા રાજ્ય સરકારે હાઇકોર્ટમાં કરી હતી અરજી
હાઇકોર્ટે વચગાળાનો ચૂકાદો આપ્યાના બીજા જ દિવસે રાજ્ય સરકારે કલમ 5 ઉપરનો સ્ટે હટાવવા ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) સમક્ષ અરજી કરી હતી. જો કે અરજીની સુનાવણી દરમિયાન કોર્ટને સ્ટે હટાવી લેવા અંગે કોઈ યોગ્ય કારણ ન જણાતાં કોર્ટે સ્ટે હટાવ્યો ન હતો અને તમામ કલમો ઉપર સ્ટે યથાવત રાખ્યો હતો. આ કલમો ઉપર સ્ટે મૂકાતાં હવે માત્ર લગ્ન કરવા માટે કલેકટર પાસેથી મંજૂરી લેવી અનિવાર્ય નહીં હોય.