ગુજરાત

gujarat

By

Published : Jul 31, 2020, 7:10 AM IST

ETV Bharat / city

બકરી ઈદ: હાઇકોર્ટે પોલીસ કમિશ્નરના જાહેરનામા પર સંતોષ વ્યક્ત કરતા અરજીનો નિકાલ કર્યો

કોરોના મહામારી દરમિયાન આ બીમારી વધુ ન ફેલાય તેના માટે બકરી ઈદના તહેવાર પર પ્રાણીઓની કરવામાં આવતી કુરબાની પર પ્રતિબંધ મૂકવાની માગ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી પર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાએ પોલીસ કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાંથી સંતોષ વ્યક્ત કરતા અરજીનો નિકાલ કર્યો હતો.

High Court
બકરી ઈદ: હાઇકોર્ટે પોલીસ કમિશ્નરના જાહેરનામા પર સંતોષ વ્યક્ત કરતા રિટનો નિકાલ કર્યો

અમદાવાદઃ કોરોના મહામારી દરમિયાન આ બીમારી વધુ ન ફેલાય તેના માટે બકરી ઈદના તહેવાર પર પ્રાણીઓની કરવામાં આવતી કુરબાની પર પ્રતિબંધ મૂકવાની માગ સાથે જાહેરહિતની અરજી કરવામાં આવી હતી જે મામલે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાએ પોલીસ કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાંથી સંતોષ વ્યક્ત કરતા અરજીનો નિકાલ કર્યો હતો.

ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે કોરોના મહામારી દરમિયાન તહેવારોમાં જો સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન નહીં કરવામાં આવે તો કોરોના વધુ વકરી શકે છે. PILમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કુરબાની જાહેર માર્ગ પર આવેલી ગટરો પાસે કરવામાં આવે છે અને અસ્વચ્છતાને લીધે કોરોના મહામારી વધુ વકરી શકે છે, જેથી તેના પર પ્રતિબંધ મુકવામાં આવે.

હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે કુરબાની માટે જે પ્રાણીઓ લાવવામાં આવે છે એ પણ ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે અને અત્યારે ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી પ્રાણીઓમાં પણ કોરોના થઈ શકે છે અને તેથી તેનું માંસ ખાવાથી માણસોમાં પણ બીમારી થઇ શકે છે.

આ મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટને જણાવ્યું કે આ અંગેની તમામ પ્રકારની તકેદારીના ભાગરૂપે તમામ વિગતો સાથેનું જાહેરનામું અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. હાઈકોર્ટ અમદાવાદ પોલીસ કમિશ્નરના જાહેરનામાની નોંધ લેતા અને તેમાં લેવામાં આવેલા પગલાં પર સંતોષ વ્યક્ત કરતા જાહેરહિતની અરજીનો નિકાલ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details