- સિવિલ હોસ્પિટલના તબીબોએ સર્જરી દ્વારા બલ્બ દૂર કર્યો
- 2 બાળકોની શ્વાસનળીમાં ફસાયેલા બાહ્ય પદાર્થ સફળતાપૂર્વક નીકાળવામાં આવ્યા
- બાળકોને સંવેદનશીલ પદાર્થોથી દૂર રાખવા નિષ્ણાત ડૉક્ટરોનો અનુરોધ
અમદાવાદ: 2 વર્ષની બાળકી રમકડા સાથે રમતી વખતે LED બલ્બ (Girl Swallow LED bulb) ગળી ગઇ હતી. LED બલ્બ શ્વાસનળી સુધી પહોંચી ગયો હતો. LED બલ્બના ઇલેક્ટ્રોડ્સ (electrodes of led bulbs)ના બંને છેડામાંથી એક છેડો જમણી બાજુના ફેફસામાં જ્યારે અન્ય છેડો શ્વાસનળીમાં ફસાઇ ગયો હતો. આખરે ભારે જહેમત ઉપાડીને સિવિલ હોસ્પિટલ (civil hospital ahmedabad)ના નિષ્ણાત તબીબોની ટીમે સર્જરી હાથ ધરીને બલ્બ (bulb removed through surgery) સફળતાપૂર્વક દૂર કર્યો હતો.
રમકડામાં લગાવેલો LED બલ્બ ગળી ગઈ
10મી ડિસેમ્બરે 2 બાળકો બાહ્ય પદાર્થ ગળી જવાની ફરિયાદ અને દુ:ખાવા સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવી પહોંચ્યા હતા. 2 વર્ષની જ્યોતિ જ્યારે રમકડાથી રમી રહી હતી, ત્યારે રમતા-રમતારમકડામાં લગાવેલો LED બલ્બ ગળી ગઇ હતી. તેની માતા રાજકુમારીબેનને આ બાબતની જાણ થતા તેઓ સત્વરે સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. હોસ્પિટલમાં એક્સ-રે અને સી.ટી. સ્કેન (ct scan and x ray in ahmedabad civil hospital)કરાવવામાં આવ્યા, જેમાં આ LED બલ્બ શ્વાસનળીમાં ફસાઇ ગયેલો હોવાનું નિદાન થયું.
2 વર્ષની હિનાની શ્વાસનળીમાં સીંગનો દાણો ફસાઇ ગયો
આવા જ બીજા એક કિસ્સામાં મહેસાણાના હનુભાઇ વણઝારાની 2 વર્ષની દીકરી હિનાને 3 દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સ્થાનિક હોસ્પિટલમાં CT સ્કેન કરાવતા ખબર પડી કે સીંગનો દાણો શ્વાસનળીમાં ફસાઇ ગયો છે. જેને અત્યંત જટીલ અને નિષ્ણાંત તબીબો જ સર્જરી દ્વારા દૂર કરી શકશે. જેની સારવાર અર્થે હિનાના પિતાશ્રી બાળકીને સિવિલ હોસ્પિટલ લઇને આવ્યા હતા, જ્યાં ડૉ. મહેશ વાઘેલા અને એનેસ્થેસિયા વિભાગ (ahmedabad civil hospital anesthesia department)ના ડૉ. કિરણ પટેલે આ જટીલ સર્જરી જહેમત ઉપાડીને સફળતાપૂર્વક પાર પાડી.