અમદાવાદ : આપણા દેશમાંઉતરાયણ(Uttarayan) પર્વની ઉજવણી અલગ અલગ રીતે કરવામા આવે છે, તેની સાથે ઘણી ધાર્મિક માન્યતા અને પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે. જેમ કે, આ દિવસે ગંગાનું પૃથ્વી ઉપર અવતરણ થયેલુ હોવાથી આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે, ઉતરાયણના દિવસે જ ગંગાજી ભગીરથની પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમ જઈને ભગીરથના પૂર્વજોનો ઉદ્ધાર કર્યો હતો. ભગીરથે કપિલ મુનિના આશ્રમમાં પોતાના પિતૃઓની તર્પણ વિધિ કરી હતી, તે તર્પણનો સ્વીકાર કરીને ગંગા સાગરમાં ભળી ગઈ હતી, આથી પશ્ચિમ બંગાળના ગંગાસાગરમા આ દિવસે મોટો મેળો ભરાય છે.
ભિષ્મ પિતામહે પરલોક ગમન માટે ઉત્તરાયણની રાહ જોઈ
માન્યતા પ્રમાણે મહાભારતમાં ભિષ્મ પિતામહે પણ પોતાના દેહત્યાગનો ત્યાગ કરવા માટે ઉતરાયણની રાહ જોઇ હતી, કારણ કે, દક્ષિણાયનમાં દેવલોકમા અંધારું હોય છે અને ઉતરાયણમા ઉજાસ હોય છે. જે જીવ મકરસંક્રાંતિના દિવસે આત્માનો ત્યાગ કરે છે, તે આત્મા સર્વ પાપોમાંથી મુક્તિ થઈને દેવલોકમા જાય છે, આથી ભિષ્મ પિતામહે ઉતરાયણના દિવસે જ તેમનો દેહત્યાગ કર્યો હતો.
નકારાત્મક ઉર્જા દૂર કરવાનું પર્વ