ગુજરાત

gujarat

ETV Bharat / city

General Meeting of Amul Dairy: અમૂલ ડેરીની સામાન્ય સભા રહી સ્થગિત, ચેરમેને આપ્યું ચોંકાવનારું નિવેદન

અમૂલ ડેરીની સામાન્ય સભા સ્થગિત (General Meeting of Amul Dairy) કરવામાં આવી હતી. લાખો પશુપાલકોના હિતમાં મળનારી આ સામાન્ય સભા પર અમૂલના જ 2 ડિરેકટર દ્વારા કોર્ટના માધ્યમથી રોક લગાવી દેવામાં આવી. અમૂલ ડેરીના ચેરમેને જણાવ્યું કે આગામી સમયમાં દૂધ સ્વીકારવા પર રોક લગાવવા માટે ફરજ પડી શકે છે.

General Meeting of Amul Dairy: અમૂલ ડેરીની સામાન્ય સભા રહી સ્થગિત, ચેરમેને આપ્યું ચોંકાવનારું નિવેદન
General Meeting of Amul Dairy: અમૂલ ડેરીની સામાન્ય સભા રહી સ્થગિત, ચેરમેને આપ્યું ચોંકાવનારું નિવેદન

By

Published : Feb 26, 2022, 9:13 PM IST

Updated : Feb 27, 2022, 10:40 AM IST

અમદાવાદ: દૂધ ઉત્પાદન ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરનારી અમૂલ ડેરી (General Meeting of Amul Dairy)ના વહીવટદારોની ઊંઘ હરામ થઈ ગઈ છે. છેલ્લા દોઢેક વર્ષથી વાઇસ ચેરમેન (amul dairy vice chairman) પદના ઉમેદવારની પસંદગી અને અન્ય વિવાદોમાં કોર્ટના બારણે ઊભેલી અમૂલ ડેરીમાં આગામી સમયમાં દૂધની સ્વીકૃતિ પર રોક લગાવવા માટે ફરજ પડી શકે તેવો સમય આવશે તેવી વાત ખુદ અમૂલડેરીના ચેરમેન (amul dairy chairman ram singh parmar) રામસિંહ પરમારે આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સમક્ષ કરવી પડી હતી.

અમૂલ ડેરીમાં આગામી સમયમાં દૂધની સ્વીકૃતિ પર રોક લગાવવા માટે ફરજ પડી શકે તેવો સમય આવશે - ચેરમેન

દૈનિક 35 લાખ લીટર દૂધની આવક

પ્રાપ્ત માહિતી મુજબ અમૂલ ડેરીમાં આજે ખાસ સામાન્ય સભા યોજવાની જાહેરાત થઈ હતી, જેના પર અમૂલના જ 2 ડિરેકટર દ્વારા કોર્ટના માધ્યમથી રોક લગાવી દેવામાં આવતા લાખો પશુપાલકોના હિતમાં મળનારી આ સામાન્ય સભા મુલતવી રહી હતી. અમૂલ ડેરીમાં અત્યારે દૈનિક 35 લાખ લીટર દૂધની આવક (amul dairy milk collection) છે, જેમાંથી પ્રોસેસ ક્ષમતા કરતા વધારે 10 લાખ લીટર દૂધને બહાર મોકલવું પડી રહ્યું છે. અમૂલ ડેરીમાં સતત વધતા દૂધને પહોંચી વળવા માટે અમૂલ માટે તેના પ્લાન્ટ અને મશીનરી (Amul plant and machinery)નું વિસ્તરણ કરવું અતિ આવશ્યક બની ગયું છે.

આ પણ વાંચો: અમૂલની ઉત્પાદન ક્ષમતા વધારતા 4 પ્લાન્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનાં હસ્તે કરાયું હતું

1000 મેટ્રિક ટન ચોકલેટની ઉત્પન્ન ક્ષમતાનો પ્લાન્ટ

આવામાં છેલ્લા ઘણા વર્ષોથી અમૂલ સાધારણ સભા મેળવી શકતું નથી અને તેનું ખાસ કારણ છે કોર્ટમાં ચાલતા કેસ. કેસમાં અટવાયેલી અમૂલને આગામી સમયમાં વધારાના દૂધને પ્રોસેસ કરવાની ચિંતા સતાવી રહી છે. ત્યારે બીજી તરફ અમૂલની ગુણવત્તા અને ગ્રાહકોના વધેલા વિશ્વાસને પરિણામે અમૂલની ઘણી પ્રોડક્ટની માંગ બજાર (amul products demand)માં સતત વધી રહી છે. અમુલ ડેરીમાં મોગર પ્લાન્ટમાં બનતી ચોકલેટની આજે વિશ્વ સ્તરે ખૂબ માંગ વધી રહી છે. હાલ અમૂલ ડેરીમાં 1000 મેટ્રિક ટન ચોકલેટની ઉત્પન્ન ક્ષમતા (amul chocolate production capacity)નો પ્લાન્ટ પૂર્ણ ક્ષમતાથી કાર્ય કરી રહ્યો હોવા છતાં પણ બજારની 50 ટકા જેટલી માંગને પહોંચી વળતા નથી.

અમૂલ માટે તેના પ્લાન્ટ અને મશીનરીનું વિસ્તરણ કરવું અતિ આવશ્યક.

બમણી ઉત્પાદન વ્યવસ્થા ઊભી કરવાની જરૂર

અમૂલ ચીઝના પ્લાન્ટની 1200 મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા સામે બજારની માંગને પુરી કરવા તેમાં પણ બમણી ઉત્પાદન વ્યવસ્થા ઊભી કરવાની અમૂલને જરૂર જણાઇ રહી છે. ત્યારે બીજી તરફ અમૂલના આણંદ પ્લાન્ટમાં ચાલતા યુનિટ એક-બે અને 3માં વધારો કરી નવો 4 નંબરનો યુનિટ પ્લાન્ટ ખાસ કરીને બટર મિલ્ક પેકેજિંગ (Amul Butter Milk Packaging), ટીન પેકિંગ જેવા ઉત્પાદનોની માંગને પહોંચી વળવા વિસ્તરણની જરૂર સાથે અનેક અન્ય સ્થળોએ બીજા ઘણા પ્રોજેક્ટ માટે પણ બોર્ડના નિર્ણયની જરૂરિયાત હોઇ આ ખાસ સામાન્ય સભાનું આયોજન થયું હતું. જો કે આ સામાન્ય સભા ચોક્કસ વ્યક્તિઓ દ્વારા સ્થગિત રાખવી પડી હતી.

આ પણ વાંચો:Rashtriya Gokul Mission 2021 ગુજરાતમાં લાવશે ક્રાંતિ, ઉદ્યોગસાહસિકોને મળશે સહયોગ

2000 લીટરની ક્ષમતાવાળા BMC મુકવાની માંગ

આગામી સમયમાં પશુપાલન સાથે સંકળાયેલા લાખો પશુપાલકોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવશે તેવી ચિંતા આજે અમૂલના ચેરમેને વ્યક્ત કરી હતી. અમૂલ ડેરીમાં 1200 દૂધ ઉત્પાદન મંડળીઓ હાલ અમૂલ ડેરીમાં સક્રિય જોડાયેલી છે, જેથી અંદાજિત 200 કરતા વધારે દૂધ મંડળીઓમાં 1500 લીટર દૂધના BMC (બલ્ક મિલ્ક ચિલર મશીન) લાગેલા છે. જ્યાં વધતા દૂધના કારણે હવે ત્યાં 2000 લિટરની ક્ષમતાવાળા BMC મુકવાની મંડળીની માંગ છે. જેમાં ડેરીને ખૂબ મોટો આર્થિક નિર્ણય લેવાની પણ જરૂર ઊભી થઇ રહી છે. મંડળીઓ દ્વારા સતત બોર્ડ સમક્ષ રજૂઆતો કરવામાં આવે છે જેથી આ સમસ્યાને ઉકેલવા માટે પણ યોગ્ય નિર્ણય કરવાની આવશ્યકતા ઊભી થયેલી જોવા મળી રહી છે.

દૈનિક પ્રોસેસિંગ કેપેસિટી વધારવાની જરૂર

અમૂલ ડેરીના ચેરમેને જણાવ્યું હતું કે, અમૂલ ડેરીની વ્યવસ્થા પ્રણાલી (Management system of Amul Dairy) 'અમૂલ પેટર્ન'ના નામે વિશ્વ પ્રચલિત બની છે. પશુપાલકોની આ સંસ્થામાં સતત દૂધની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં સંભવિત વધારાને પહોંચી વળવા માટે દૈનિક પ્રોસેસિંગ કેપેસિટી વધારવાની ખૂબ જરૂરી બની રહી છે. ત્યારે અમૂલ જેવી સંસ્થામાં આ પ્રકારે વિસ્તરણના કામોમાં લોકો રોડા નાંખશે તો આગામી સમયમાં દૂધ ઉત્પાદનમાં દેખાતા વધારાને પહોંચી વળવા માટે અમૂલ સક્ષમ રહેશે નહીં અને જેના પરિણામે કદાચ અમૂલ મિલ્ક હોલીડેની પદ્ધતિ પણ અપનાવવા ફરજ પડી શકે તેવી સ્થિતિ સર્જાય નહીં તેની બોર્ડે ચિંતા કરવાની જરૂર છે.

Last Updated : Feb 27, 2022, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details