- ગેંગસ્ટર રવિ પૂજારીની ધરપકડ
- બોરસદ ફાયરિંગ કેસમાં રવિ પૂજારીને અમદાવાદ લવાશે
- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહારાષ્ટ્ર પહોંચી
અમદાવાદઃગેંગસ્ટર રવિ પૂજારીએ ( Gangster Ravi Pujari ) કરોડો રૂપિયાની ખંડણી લોકો પાસેથી પડાવી હતી. તેની ધરપકડ આફ્રિકાથી કરવામાં આવી હતી અને હાલમાં છેલ્લે તે બેંગ્લોરની જેલમાં બંધ હતો. અમદાવાદ સહિત ગુજરાતના અનેક ગુનાઓમાં વોન્ટેડ જાહેર હતો, તેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ( Ahmedabad Crime Branch ) ની ટીમ રવિ પૂજારીની કસ્ટડી લેવા માટે બેંગ્લોર પહોંચી હતી. જ્યારબાદ સોમવારે સાંજે ટ્રાન્ઝિટ રિમાન્ડને આધારે તેની કસ્ટડી મેળવીને ગુજરાત લાવવામાં આવ્યો હતો. બોરસદમાં નોંધાયેલા ખંડણીના કેસમાં તેની કસ્ટડી મેળવવા માટે તેને સીધો જ અમદાવાદ એરપોર્ટ પરથી બોરસદ લઈ જવાયો હતો.
ગેંગસ્ટર રવિ પૂજારીને લાવવામાં આવ્યો ગુજરાત બોરસદમાં કાઉન્સીલર પર ફાયરિંગ કેસમાં સંડોવણી
2017માં બોરસદમાં કોર્પોરેટર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તે ગુનામાં રવિ પૂજારી ( Gangster Ravi Pujari ) ફરાર હતો. આ કેસને મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ( Ahmedabad Crime Branch ) રવિ પૂજારીની કસ્ટડી મેળવવા જઈ રહી છે. રવિ પૂજારી સામે દેશભરમાં 60થી વધારે ગુનાઓ છે. અમદાવાદ સહિત ગુજરાતમાં નોંધાયેલ કેસોમાં 2017ના કેસમાં અપક્ષ કાઉન્સીલર ઉપર ફાયરિંગનો કેસ છે. ત્યારે હારેલા ઉમેદવારના પુત્ર ચંદ્રેશ પટેલે સોપારી આપી હતી. આ મામલે અગાઉ પોલીસે ત્રણ શૂટરોને ઝડપી પાડ્યાં હતાં, પરંતુ હવે આ મામલે રવિ પૂજારીની ધરપકડ થયા બાદ તેને સ્થાનિક લેવલે સાથીદારોનો ખુલાસો થઈ શકે છે.
ટ્રાન્ઝિટ રિમાન્ડને આધારે તેની કસ્ટડી માગવામાં આવશે આ પણ વાંચોઃ ગેંગસ્ટર રવિ પૂજારીની આફ્રિકાથી ધરપકડ, બેંગલુરૂ લવાયો
આ પણ વાંચોઃ ગેંગસ્ટર રવિ પૂજારી મુંબઈ પોલીસની કસ્ટડિમાં, આજે મકોકા કોર્ટમાં કરાશે રજૂ