અમદાવાદઃ ગાંધીનગર ખાતે ગુજરાત પંચાયત પસંદગી બોર્ડમાં તરીકે નોકરી કરતાં રેખાબહેન યાદવ નામની મહિલાને એક ફોન આવ્યો હતો અને ફોન કરનારે તેમનું સીમકાર્ડ 3Gમાંથી 4G કરાવવાનું કહીને SMSનો જવાબ YES આપવાનું કહ્યું હતું. જે જવાબ આપતાં ફોન બંધ થઈ ગયો હતો. જેથી સામેવાળા વ્યક્તિએ આવતીકાલ સાંજ સુધીમાં ફોન ચાલુ થઈ જશે તેમ જણાવ્યું હતું.
ગાંધીનગરઃ વર્ગ-2ના મહિલાકર્મી સીમકાર્ડ અપગ્રેડ કરાવવા ગયાં, 8.50 લાખની છેતરપિંડી - Gandhinagar
ઓનલાઇન ઠગાઈના કિસ્સા સતત વધી રહ્યાં છે. જેમાં ભોગ બનનાર પણ ભણેલાંગણેલાં લોકો જ વધારે બનતા હોય છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગાંધીનગરના વર્ગ-2ના મહિલા કર્મચારી સાથે સીમકાર્ડ અપગ્રેડ કરાવવા જતાં 8.50 લાખ રુપિયાની છેતરપિંડી થઈ હતી. આ મામલે મહિલાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બીજા દિવસે પણ ફોન ચાલુ ન થતાં રેખાબેન તાત્કાલિક સીમકાર્ડ કંપનીની ઓફિસે ગયાં હતાં, ત્યાંથી તેમણે કહ્યું હતું કે, કંપની તરફથી આવો કોઈ ફોન કે મેસેજ નથી કરાયાં. બાદમાં મોબાઈલ નંબર બેન્ક એકાઉન્ટ સાથે લિન્ક હોવાથી શંકા જતાં તેમણે એકાઉન્ટ તપાસ્યું ત્યારે તેમના એકાઉન્ટમાંથી રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ગયાં હતાં. બેંક એકાઉન્ટમાંથી ગઠિયાએ 2.50 લાખ ઉપરાંત પ્રિએપૃવ્ડ લોન કરાવી કુલ 8.50 લાખ ટ્રાન્સફર કરાવી લીધાં હતાં.
આ એક નવા પ્રકારની ઓનલાઈન ઠગાઈ છે. સાઇબર ક્રાઇમ કરનાર ગઠિયાઓ દ્વારા નવી નવી તકનીકો દ્વારા ઠગાઈ થઈ રહી છે, ત્યારે આ મામલે સાઇબર ક્રાઇમ દ્વારા પણ હવે તપાસ કરવામાં આવશે. હાલ તો મહિલાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.