ગુજરાત

gujarat

ETV Bharat / city

વિદેશમાં વર્ક પરમીટ અપાવવાનું કહીને શખ્સોએ 5 લાખની છેતરપિંડી આચરી - પીઆર

ગુજરાતીઓમાં વિદેશ જવાની લાલચ જોવા મળતી હોય છે ત્યારે આ લાલચ કેટલીક વખત મોંઘી પડે છે. વિદેશ લઇ જવાનું કહીને અનેક એજન્ટો દ્વારા છેતરપિંડી કરી પૈસા પાડવામાં આવે છે ત્યારે એવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં IELTS વિના વર્ક પરમીટ અને PR વિઝા અપાવવાની લાલચ આપી 5 લાખની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.

વિદેશમાં વર્ક પરમીટ અપાવવાનું કહીને 5 લાખની છેતરપિંડી આચરી
વિદેશમાં વર્ક પરમીટ અપાવવાનું કહીને 5 લાખની છેતરપિંડી આચરી

By

Published : Jun 27, 2020, 2:45 PM IST

અમદાવાદઃ આ ઘટનાની વિગત એવી છે કે, સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં ચંદ્રિકાેબહેન તેમના પુત્ર દર્શિત સાથે રહે છે. તેમનો મોટો પુત્ર અપૂર્વ કેનેડા રહે છે. દર્શિત એક સામાજિક કામથી ગયો હતો ત્યારે પૂજા રાવક નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. પૂજાએ દર્શિતને જણાવ્યું હતું કે, તે આનંદનગરમાં ઇમિગ્રેશનની ઓફિસ ધરાવે છે અને લોકોને વિદેશ મોકલી આપે છે.

વિદેશમાં વર્ક પરમીટ અપાવવાનું કહીને 5 લાખની છેતરપિંડી આચરી
બંને વચ્ચેની વાતચીતમાં પૂજાએ જણાવ્યું હતું કે તે IELTS વિના દર્શિતને કેનેડા મોકલી આપશે. જેમાં કેનેડાની વર્ક પરમીટ અને પીઆર વિઝા પણ હશે.જે માટે પ્રથમ 5 લાખ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ વર્ક પરમીટ મળે ત્યારે 5 લાખ અને વિઝા અને ટિકીટ મળે ત્યારે 5 લાખ આમ કુલ 15 લાખ આપવાના રહેશે. દર્શિતને વિદેશ જવું હોવાથી 5 લાખ રૂપિયા આપ્યાં હતાં.5 લાખ આપ્યાં બાદ દર્શિતે સમાચાર માધ્યમથી જાણ્યું હતું કે, વિદેશ મોકલી આપવાના બહાને છેતરપિંડી થાય છે ત્યારે દર્શિતે પૂજાનો સંપર્ક કર્યો હતો પરંતુ પૂજા અને તેના ભાગીદારે યોગ્ય જવાબ ન આપ્યો તેથી પોતાના સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં દર્શિતના માતા ચંદ્રિકાબહેને આનંદનગર પોલીસ સ્ટેશનમાં પૂજા અને તેના ભાગીદાર સામે ફરિયાદ નોંધાવી હતી.

ABOUT THE AUTHOR

...view details