ગુજરાત

gujarat

ETV Bharat / city

પાલનપુરમાં મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શનને લઈ વેપારી સાથે 4.80 લાખની છેતરપિંડી - palanapur local news

ગુજરાત રાજ્યના પાલનપુરમાં રહેતા વેપારીના પિતાને બ્લેક ફંગસની બિમારી થતા તેઓએ પોતાના નજીકના ઓળખીતા મારફતે લિપોસોમલ અમેફોટેરેસીન ઇન્જેક્શન મંગાવ્યા હતા. જેને લેવા અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં વેપારી લેવા આવ્યા હતા. જ્યાં આરોપી તેમની પાસેથી પૈસા લઈને ઇન્જેક્શન લઈને આવું છું. કહીને ચોર ગઠિયો ફરાર થઈ ગયો હતો. આમ વેપારીએ રૂપિયા 4.80 લાખની છેતરપિંડી કરનારા શખ્સ વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પાલનપુરમાં મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શનને લઈ વેપારી સાથે 4.80 લાખની છેતરપિંડી
પાલનપુરમાં મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શનને લઈ વેપારી સાથે 4.80 લાખની છેતરપિંડી

By

Published : May 29, 2021, 7:00 AM IST

  • શહેરમાં ઇન્જેક્શનને લઈ બન્યો છેતરપીંડીનો કિસ્સો
  • મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શન આપવાના બહાને 4.80 લાખની છેતરપીંડી
  • નારણપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

અમદાવાદ: દેશમાં કોરોના અને મ્યુકરમાઇકોસીસ નામની બીમારીએ ભરડો લીધો છે. ઇન્જેક્શનની સતત અછત સર્જાઈ રહી છે. તેવામાં ચોર ગેંગ પણ સક્રિય થઈ સતત છેતરપીંડી કરી રહી છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિત ગુજરાત પોલીસ સતર્ક હોય તેવા દાવો પણ થઈ રહ્યા છે. તેવામાં ગુજરાત રાજ્યના પાલનપુર વિસ્તારમાંમાં રહેતા ગુપ્તા પરિવારના પિતા વિનોદકુમાર ગુપ્તાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ પાલનપુર સ્થિત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિનોદકુમાર ગુપ્તા સારવાર બાદ તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જોકે બાદમાં તેમના માથામાં અચાનક દુખાવો થતા સ્થાનિક ડોકટરને બતાવતા વિનોદકુમારને નાકમાં મ્યુકરમાઈકોસીસ બ્લેક ફંગસની અસર જણાઈ હતી.

મ્યુકરમાઇકોસીસના 40 ઇન્જેક્શન લાવવાનું કહ્યું

ડોકટરે તેમને બ્લેક ફંગસના લિપોસોમલ એમ્ફોટેરેસીન બી 50 MGના 40 ઈન્જેક્શન લખી આપ્યા હતા. જે અંગે વિનોદકુમારને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીંથી તેમને ENT ડોક્ટર પાસે લઈ જવાયા હતા અને નાકનું ઓપરેશન કરાયું હતુ. ડોક્ટરે તેમને આ ઇન્જેકશનનો 21 દિવસનો કોર્ષ કરવા કહ્યું હતુ.

આ પણ વાંચો:મહેસાણામાં મ્યુકરમાઇકોસીસના 26 દર્દીઓ સારવાર હેઠળ, ડેરીના ડિરેક્ટરનું અવસાન

12,000 લેખે રૂપિયા 50 ઇન્જેક્શનના રૂપિયા 6 લાખ લઈને આવવા જણાવ્યું

પાલનપુરમાં આ ઇન્જેકશન ન મળતા વિનોદકુમારના પુત્રે તેમના ઓળખીતા મારફતે વસ્ત્રાલમાં રહેતા અરૂણ એલ.રાવલનો સંપર્ક કર્યો હતો. બાદમાં અરૂણભાઈએ ૨૩ મેના રોજ વિનોદકુમારના પુત્રને નારણપુરા અંકુર ખાતે એક ઇન્જેક્શનના રૂપિયા 12,000 લેખે રૂપિયા 50 ઇન્જેક્શનના રૂપિયા 6,00,000 લઈને આવવા જણાવ્યું હતુ. જેને પગલે વિનોદકુમારનો પુત્ર તેમના મિત્ર સાથે પાલનપુરથી કારમાં અમદાવાદ આવ્યા હતા. જ્યાં અંકુર પાસે અરૂણભાઇ ફોન કરીને દસ્ક્રોઈમાં પીપળજ ખાતે રહેતા જીતુ ચેલાભાઈ ભરવાડને ફોન કરીને બોલાવ્યા હતા. જ્યાં અરૂણભાઈની હાજરીમાં પ્રવીરભાઈએ જીતુભાઈને રૂપિયા 5,80,000 આપ્યા હતા. જીતુ ભરવાડ પૈસા લઈને ઇન્જેક્શન લઈને આવું છું કહીને નીકળી ગયો હતો. બાકીના રૂપિયા 20,000 ઇન્જેક્શન લઈને આવે પછી આપવાના હતા.

આ પણ વાંચો:મ્યુકરમાઇકોસીસની અસર મગજ પર થાય ત્યારે જ ઇન્જેક્શનની જરૂર: ડૉ. સુભાષ અગ્રવાત

પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી

સાંજ સુધી રાહ જોવા છતા જીતુ આવ્યો ન હતો. આથી વિનોદકુમારનો પુત્ર અને તેમની સાથે રહેલા તેમના મિત્ર ઉપરાંત અરૂણભાઈ સાથે જીતુ ભરવાડના ઘરે ગયા હતા. જ્યાં જીતુની પત્નીએ વિનોદકુમારના પુત્રને 1 લાખ રોકડા તથા કુલ 5 લાખના બે ચેક આપ્યા હતા. જોકે, જીતુ ભરવાડે રૂપિયા 4.80 લાખ રોકડા લઈને ઇન્જેક્શન તથા નાણાં પરત ન કરીને છેતરપિંડી કરી હતી. આથી વિનોદકુમારના પુત્રએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં જીતુ ભરવાડ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details