ગુજરાત

gujarat

ETV Bharat / city

Fraud: અમદાવાદમાં VIP નંબર આપવાના બહાને કરોડોની છેતરપિંડી - AHMEDABAD UPDATES

અમદાવાદ સાયબર ક્રાઇમ આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે આરોપી કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરેલો છે. સાથે જ 2 વર્ષ પહેલાં આરોપી વોડાફોન કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. પણ લોકડાઉનમાં આરોપી બેરોજગાર થતા તે પોતાના મોજ શોખ કરી શકતો ન હતો અને તેને જ કારણે આ પ્રકારની છેતરપિંડી આચરવાનું નક્કી કર્યું હતુ.

Fraud
Fraud

By

Published : Jun 30, 2021, 2:06 PM IST

  • મોબાઈલના VIP નંબર આપવાના બહાને કરોડોની છેતરપીંડી
  • સાઇબર ક્રાઈમે (cyber crime) ગઠિયાની કરી ધરપકડ
  • બે વર્ષમાં દોઢ કરોડ રૂપિયાની છેતરપીંડી આચરી

અમદાવાદ: મોબાઈલના VIP નંબર આપવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર એક શખ્સની અમદાવાદ સાયબર ક્રાઇમએ (Ahmedabad cyber crime) ધરપકડ કરી છે. જે છેલ્લા બે વર્ષથી VIP નંબર આપવાના બહાને અલગ-અલગ એકાઉન્ટમાં પૈસા ભરાવી વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી ચૂકયો છે.

બે વર્ષમાં દોઢ કરોડ રૂપિયાની છેતરપીંડી

પોલીસ ગિરફ્તમાં ઉભેલો આરોપી હાઈટ કમ ફાઈટ જ્યાદા દેખાતો આરોપી ધૃવિલ ઉર્ફે રવિ મહેતા છે. જેમાં આરોપી અમદાવાદમાં આવેલા નવા વાડજ વિસ્તારમાં રહે છે. પણ તેના કારસ્તાન શરીર અને હાઇટ જોયા બાદ વિશ્વાસ નહીં થાય તેવા છે. આ એ જ માસ્ટર માઇન્ડ આરોપી છે કે, જેણે VIP નંબર આપવાના બહાને એક વ્યક્તિ પાસેથી બે વર્ષમાં દોઢ કરોડ રૂપિયાની છેતરપીંડી આચરી ચૂક્યો છે.

આ પણ વાંચો:અમદાવાદના બિલ્ડર સાથે અશ્વગંધાના બીજની ખરીદીના બહાને છેતરપિંડી કરનારો ઝડપાયો

સાયબર ક્રાઇમ (cyber crime) આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ સાયબર ક્રાઇમ આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે આરોપી કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરેલો છે. સાથે જ 2 વર્ષ પહેલાં આરોપી વોડાફોન કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. પણ લોકડાઉનમાં આરોપી બેરોજગાર થતા તે પોતાના મોજ શોખ કરી શકતો ન હતો અને તેને જ કારણે આ પ્રકારની છેતરપિંડી આચરવાનું નક્કી કર્યું હતુ. એટલું જ નહીં આરોપીએ ફરિયાદીને વિશ્વાસ આવે તે માટે ફરિયાદીના એકાઉન્ટમાં 11 લાખ રૂપિયા મોકલાવ્યા હતા. અને VIP નંબર ખોટું ઈનવોઇસ પણ મોકલી આપ્યું હતુ.

આ પણ વાંચો:Ambajiમાં પ્રસાદ કે અન્ય ચીજવસ્તુઓની ખરીદીના નામે છેતરપિંડી ન થાય તે માટે પગલાં લેવાશે

સાઇબર ક્રાઇમ આરોપીના તમામ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરીને વધુ તપાસ હાથ ધરી

જ્યારે સાયબર ક્રાઇમની ટીમે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ કરતાં આરોપીએ તમામ પૈસા મોજ શોખ અને ઐયાશી કરવામાં વાપરી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ તો સાઇબર ક્રાઇમ આરોપીના તમામ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details