ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ ટેનમાં ગુજરાતના ચાર શહેર, ગુજરાત માટે ગૌરવની વાતઃ વિજય રૂપાણી

ભારત સરકાર દ્વારા સ્વચ્છતાં સર્વેક્ષણ બહાર પડાયું છે, જેમાં કોરોનાના કપરા કાળમાં ગુજરાતના ચાર શહેર ટોપ ટેનમાં આવ્યાં છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે, એમ કહીને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આનંદ વ્યકત કર્યો છે. સુરત બીજા નંબરે, અમદાવાદ પાંચમાં નંબરે, રાજકોટ છઠ્ઠા નંબરે અને વડોદરા 10માં નંબરે આવ્યાં છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ ટેનમાં ગુજરાતના ચાર શહેર, ગુજરાત માટે ગૌરવની વાતઃ વિજય રૂપાણી
સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ ટેનમાં ગુજરાતના ચાર શહેર, ગુજરાત માટે ગૌરવની વાતઃ વિજય રૂપાણી

By

Published : Aug 20, 2020, 4:30 PM IST

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિડિયો સંદેશ જાહેર કરીને કહ્યું છે કે ગુજરાતના ટોપ ચાર શહેર સ્વચ્છતા સર્વેમાં ટોપ ટેનમાં આવ્યા છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. ચારેય શહેરના મેયર, કમિશનર, પદાધિકારીઓ સર્વેને અભિનંદન પાઠવું છું. તેમજ કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીનો પણ આભાર માનું છું કે તેમણે સ્વચ્છતાંના સર્વેમાં ગુજરાતને પ્રધાન્ય આપ્યું છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ ટેનમાં ગુજરાતના ચાર શહેર ગુજરાત માટે ગૌરવની વાત


રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધી ગુજરાતના હતાં, અને હાલ દિલ્હીમાં વડાપ્રધાન પદે નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતના પનોતા પુત્ર છે, સ્વચ્છતા અંગેનું મહાત્માનું સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતાને પ્રધાન્ય આપીને આગળ લઈ જઈ રહ્યાં છે. ગુજરાતવાસીઓએ સ્વચ્છતાની અપીલ સ્વીકારી છે, તેનો આનંદ છે, હજી પણ ગુજરાત સ્વચ્છ બને, ક્લીન એનર્જિ બને, ગ્રીન બને, તે દિશામાં આપણે પ્રયત્ન કરીશું. ગુજરાતના ચારેય શહેરવાસીઓને પણ અભિનંદન.

કોરોનાના કપરા કાળમાં પણ રાજ્યના ચાર શહેરો સુરત,અમદાવાદ, રાજકોટ અને વડોદરાએ આ સ્વચ્છતા સર્વેક્ષણમાં અનુક્રમે દ્વિતીય, પાંચમું, છઠ્ઠું અને દસમું સ્થાન મેળવ્યું છે તેને મુખ્યપ્રધાને બિરદાવ્યાં હતાં. તેમણે ગુજરાતની જનતા, મહાનગરોના મેયરો, પદાધિકારીઓ, અધિકારીઓ અને કમિશનરોને અભિનંદન પાઠવતા કહ્યું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના હમેશા આગ્રહી હતાં. લોકલાડીલા અને ગુજરાતી એવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીબાપુના એ આ અભિયાનને સ્વછાગ્રહના જન આંદોલનથી આગળ વધાર્યુ છે

ગુજરાતના બંને સપૂતોની અપીલને ગુજરાતની જનતાએ સ્વીકારી છે અને ગુજરાતના શહેરો સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ દસમાં સ્થાન પામ્યાં છે તેનો હર્ષ મુખ્યપ્રધાને વ્યક્ત કર્યો હતો. મુખ્યપ્રધાને કહ્યું કે, રાજ્યના નગરો ક્લીન અને ગ્રીન સિટી બને તે આવશ્યક છે. ગુજરાતના શહેરો વૈશ્વિક કક્ષાના બને તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ત્યારે આ સર્વેક્ષણ સૌનો ઉત્સાહ વધારનારા બનશે.

ABOUT THE AUTHOR

...view details