અમદાવાદઃ કોરોના વાઈરસનો ચેપ અનલોકમાં વધુ ફેલાઈ રહ્યો છે. લીંબડીના પૂર્વ ધારાસભ્ય પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જેથી તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
લીંબડીના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ ગાંડાભાઈ કોરોના પોઝિટિવ, અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા - અમદાવાદ ન્યૂઝ
કોરોના વાઈરસનો ચેપ અનલોકમાં વધુ ફેલાઈ રહ્યો છે. લીંબડીના પૂર્વ ધારાસભ્ય પણ કોરોના પોઝિટિવ થયા છે. જેથી તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
લીંબડીના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ ગાંડાભાઈને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે. તેમણે ટેસ્ટ કરાવ્યા પછી ખબર પડતા કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેથી તેમને વધુ સારવાર માટે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સિમ્સ હોસ્પિટલના સત્તાવાળાઓએ આ સમાચારને કન્ફર્મ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વખતે સોમાભાઈ ગાંડાભાઈએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું. મૂળ સોમાભાઈ ભાજપનું ગોત્ર ધરાવે છે. જો કે, કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા પછી તેઓ ભાજપમાં જોડાયા નથી.