- ધંધુકા અને ધોલેરા બે તાલુકા વચ્ચે 10 કોરોના બેડ ફાળવ્યા
- કોરોના અંતર્ગત 50 બેડની સુવિધા ફાળવવા રજૂઆત
- વેપારી મંડળ, સામાજિક કાર્યકરોએ ભરત પંડયાને કરી રજૂઆત
અમદાવાદઃરાજ્યમાં કોરોનાના કાળા કહેરથી અનેક લોકોના સારવારના અભાવે જીવ ગયા છે, આથી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રેફરલ હોસ્પિટલને 10 બેડની સુવિધા ફાળવવામાં આવી છે. આ સુવિધા જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકામાં જરૂરિયાતની માત્રા કરતાં ઓછી હોવાથી ધંધુકાના વેપારી મંડળ, સામાજિક કાર્યકરો તેમજ મીડિયા દ્વારા પણ ધંધુકાના પૂર્વ ધારાસભ્ય ભરત પંડયાને 50 બેડની સુવિધા અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ મનપાના કમિશ્નરનું ફરમાન, ખાનગી હોસ્પિટલોએ 20 ટકા બેડ આરક્ષિત રાખવા પડશે
કોરોના અંતર્ગત 50 બેડની સુવિધા ફાળવવા અંગે પૂર્વ ધારાસભ્યને રજૂઆત
આમ ધંધુકા ખાતે કોરોના અંતર્ગત 50 બેડની સુવિધા ફાળવવા અંગે ધંધુકા વેપારી મંડળ, સામાજિક કાર્યકરો, તેમજ ધંધુકા તાલુકાના પ્રમુખ જયશ્રી બા ચુડાસમાએ રજૂઆત કરી હતી. તેમની રજૂઆતના પગલે રાજ્ય સરકારના પ્રતિનિધી તરીકે ધંધુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ પ્રવક્તા તરીકે રહી ચુકેલા ભરત પંડયાએ રેફરલ હોસ્પિટલ ધંધુકા ખાતેના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમની સાથે પ્રાંત અધિકારી જાલંધર, રિદ્ધિ બેન વર્મા ધંધુકા મામલતદાર, PSI પી.એન.ગોહિલ, ડોક્ટર દિનેશ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર તેમજ વેપારી મંડળના પ્રમુખ રાજેશ પટેલ અને શહેર પ્રમુખ રમેશ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.