ગુજરાત

gujarat

ETV Bharat / city

ટી-20 ક્રિકેટ વર્લ્ડકપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મેચ, ક્રિકેટ પ્રેમીઓ માટે રોમાંચ

IPL બાદ હજૂ ફરી એક વાત ક્રિકેટપ્રેમીઓ માટે રોમાંચની શરૂઆત થવા જઈ રહી છે. શનિવારેથી ટી-20 ક્રિકેટ વર્લ્ડ (IPL T20 Cricket World) કપ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે આવતી કાલે એટલે કે રવિવારના રોજ યોજાનારી ભારત પાકિસ્તાનની (India Vs Pakistan) ટી-20 મેચને જોવાને લઈને લોકો આતુર બન્યા છે.

ટી-20 ક્રિકેટ વર્લ્ડકપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મેચ
ટી-20 ક્રિકેટ વર્લ્ડકપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મેચ

By

Published : Oct 23, 2021, 3:07 PM IST

  • આજથી ટી-20 ક્રિકેટ વર્લ્ડકપની UAE માં શરૂઆત
  • IPL બાદ નવો રોમાંચ થશે શરુ
  • ભારત- પાકિસ્તાન વચ્ચે કાલે મેચ યોજાશે

અમદાવાદ : યુનાઇટેડ આરબ અમીરાતમાં આજ શનિવારેથી ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપનો(IPL T20 Cricket World) પ્રારંભ થઇ રહ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગનું હમણાં જ સમાપન થયું છે, ત્યારે ક્રિકેટ રસિયાઓ(India Vs Pakistan) માટે હવે નવો રોમાંચ શરૂ થયો છે.

ટી-20 ક્રિકેટ વર્લ્ડકપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મેચ

ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ

વિશ્વના કોઈપણ ખૂણે કોઈપણ રમતમાં ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) આમને-સામને હોય તે બન્ને દેશના લોકો માટે રોમાંચક સ્થિતિ હોય છે, તેમાં પણ ક્રિકેટ માટે બન્ને દેશના ક્રેઝી ફેન્સ છે. બન્ને દેશના ફેન્સ આવતીકાલ રવિવારની મેચને લઇને ઉત્સાહિત છે. અમદાવાદમાં પણ ક્રિકેટ ફેન્સ દ્વારા ભારત અને પાકિસ્તાનનો ગેટઅપ ધારણ કરીને આવતીકાલે રવિવારે યોજાનારી મેચનો ઉત્સાહ બતાવ્યો હતો. આ સાથે જ તેમને જણાવ્યું હતું કે, અગાઉની વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાન ક્યારેય ભારત સામે જીતી શક્યું નથી. આ વખતે પણ તેની ઉત્સાહભેર ઉજવણી કરાશે. આ સાથે તેમણે ટી-20 વર્લ્ડકપમાં ભારતના વિજયની આશા સેવી હતી.

ટી-20 ક્રિકેટ વર્લ્ડકપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મેચ

ભારત-પાકિસ્તાન વચ્ચે તંગ સ્થિતિ

એક તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે તંગ સ્થિતિ પ્રવર્તી રહી છે, ત્યારે બન્ને દેશના રાજકારણમાં પણ ઉથલપાથલ જોવા મળી રહી છે, ત્યારે બન્ને દેશો સરહદ પર નહીં, પરંતુ ક્રિકેટના મેદાનમાં આમને-સામને હશે. રવિવારે સાંજના સમયે દેશના મોટા શહેરોમાં સ્વયંભૂ કરફ્યુ જેવી પરિસ્થિતિ જોવા મળશે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details