અમદાવાદઃ અમદાવાદની ભૈરવનાથ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં ગાર્ડ તરીકે કાર્યરત ગાર્ડનું કોરોનાથી મોત થયું છે. રાજ્યમાં નવ જેટલા બેન્ક કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી બેન્ક કર્મચારીઓ ચેપ ફેલાવવાના સતત ભય વચ્ચે કામ કરી રહ્યાં છે.
અમદાવાદમાં કોરોનાથી પ્રથમ બેન્કકર્મીનું મોત - Update of Ahmedabad Corona
અમદાવાદમાં કોરોનાથી બેન્ક કર્મચારીનું પ્રથમ મોત થયું હોવાનું સામે આવ્યું છે. મણિનગરના ભૈરવનાથ વિસ્તારમાં આવેલી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના ગાર્ડને કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
રાજ્યમાં 3994 રાષ્ટ્રીયકૃત બેન્કો હાલ કાર્યરત છે, જેમાં 1242 SBIની બ્રાન્ચ પણ સામેલ છે. 6000થી વધુ બેન્ક કર્મચારીઓ કોરોના ભય વચ્ચે કામ કરી રહ્યાં છે. બેન્ક એસોસિએશન દ્વારા કર્મચારીઓના પ્રોટેક્શનના મુદાને લઈને અનેક સત્તાધીશોને રજૂઆત પણ કરવામાં આવી હતી.
અમદાવાદમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા સહિતના હોટસ્પોટ વિસ્તારોમાં નોંધાઈ રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાથી કુલ 368 લોકોના મોત નીપજ્યાં છે, જે પૈકી અમદાવાદમાં સૌથી વધું 273 લોકોના મોત થયા છે.