ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાનો ફટકો પડતા ફટાકડાના વેપારીઓ ચિંતાતુર, દીવાળી સારી જાય તેવી અપેક્ષા... - અમદાવાદ

દર વર્ષે દીવાળી અને નવા વર્ષના તહેવારોની ઉજવણી શહેરીજનો ફટાકડાં ફોડીને કરે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના પગલે આ ઉજવણી ફીક્કી રહેવાની સંભાવના લાગી રહી છે. નવરાત્રિ પહેલાંના દિવસોમાં જ ફટાકડાં બજારમાં જથ્થાબંધ વિક્રેતાઓને ત્યાં માલ ઠાલવવાની શરૂઆત સાથે છૂટક વેપારીઓ ખરીદીનો પ્રારંભ કરતા હોય છે. પરંતુ કોરોનાકાળમાં મંદી છવાઇ જતાં ફટાકડાં બજારમાં હાલ ફટાકડાની ખરીદી માત્ર 2થી 5 ટકા જોવા મળે છે.

કોરોનાનો ફટકો પડતાં ફટાકડાંના વેપારીઓ ચિંતાતુર, દીવાળી સારી જાય હવે તેવી અપેક્ષા
કોરોનાનો ફટકો પડતાં ફટાકડાંના વેપારીઓ ચિંતાતુર, દીવાળી સારી જાય હવે તેવી અપેક્ષા

By

Published : Oct 12, 2020, 3:44 PM IST

અમદાવાદઃ રાજયમાં કોરોના વાઇરસના કહેરને લઈ સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં આવનારા તમામ તહેવારો પર પ્રતિબંધ લાદવામાં દેવામાં આવ્યો છે. ત્યારે બજારોમાં આગામી સમયમાં આવનાર મોટા તહેવારને લઈ ફટાકડાં વેપારીઓમાં હાલ ચિંતાનો વિષય બની ગયો છે. ફટાકડા વેપારીઓ હાલ મૂંઝવણમાં જોવા મળી રહ્યાં છે. વેપારીઓનું કહેવું છે કે, ફટાકડાનો સ્ટોક ખરીદવો કે નહીં? ચાલુ વર્ષે કોરોનાના કારણે શહેરીજનો કોરોના મહામારી અને લોકડાઉનના કારણે આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યાં છે. કોરોનાની ગંભીરતાને જોતાં સરકારે તહેવારોને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. તો સરકારે ઉજવણી સંદર્ભે ફટાકડાંના સ્ટોલ માટે હરાજી જાહેર કરતાં લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ સરકારે ફટાકડા બજાર કેવી રીતે ખોલવા અથવા ખોલવા કે નહીં તેની સ્પષ્ટ ગાઈડ લાઈન બહાર પાડી નથી, તેવામાં સેવાસદનના ફટાકડા બજારની હરાજીને કારણે વેપારીઓ અસમંજસમાં છે કે હરાજીમાં ભાગ લેવો કે નહીં અને ફટાકડામાં રોકાણ કરવું કે નહીં.

દીવાળી સારી જાય હવે તેવી અપેક્ષા

મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં ટીપી સ્કીમના ફાઇનલ પ્લોટ પર હંગામી ધોરણે દીવાળીના તહેવારોને અનુલક્ષીને ફટાકડાંના સ્ટોલ ઊભા કરવા જગ્યા ફાળવવાનું આયોજન હાથ ધરાયું છે. જોકે હાલ સરકાર દ્વારા નવરાત્રિમાં ગરબા રમવા પર પ્રતિબંધ લગાડી દીધો છે. જેના કારણે હાલ ચણિયા ચોળીના વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. આ સાથે ખૈલયાઓમાં પણ નિરાશ થઈ ગયા છે. ત્યારે હાલ ફટાકડા વેપારીઓ પણ ચિંતામાં જોવા મળી રહ્યાં છે. વેપારીઆલમમાં એવી ચર્ચા જોવા મળી રહી છે કે, આગામી સમયમાં જો સરકાર દ્વારા ફટાકડાને લઈ કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવે તો તેઓએ તમામ માલનું નુકસાન ભોગવવું પડશે. જેથી હાલ ફટાકડાની દુકાનોમાં કોઈ પણ પ્રકારની નવી વેરાઈટી જોવા મળી રહી નથી.

સરકારે અનલોકમાં લગ્ન પ્રસંગોની મંજૂરી આપી છે તેમ છતાં હજુ લગ્ન પ્રસંગોમાં ફટાકડાની ખરીદી થઇ નથી. મોંઘવારી-બેરોજગારીના સમયમાં યોજાતાં ખર્ચાળ લગ્ન સમારોહમાં લોકોએ હવે ફટાકડાનો ખર્ચ ઘટાડી નાખ્યો હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. શહેરના જથ્થાબંધ ફટાકડાના વેપારીઓના જણાવ્યાં પ્રમાણે દીવાળી પર્વ આડે હવે ગણતરીના જ મહિના બાકી હોય ત્યારે ફટાકડાની ખરીદી હજુ સુધી નહીં નીકળતાં આ વર્ષે સીઝન ફેઇલ જવાની વેપારીઓમાં દહેશત ફેલાઇ છે. દરવર્ષે ફેબ્રુઆરી-માર્ચ માસમાં 50 ટકા ઓર્ડરો થયા તેવા સમયે કોરોના ત્રાટકતાં ફટાકડાં બજારને અન્ય વેપાર-ધંધાને માફક મોટો ફટકો પડ્યો છે. જથ્થાબંધ વેપારીઓએ જન્માષ્ટમી બાદ જૂજ પ્રમાણ ઓર્ડરો આપ્યા હોવાનું જણાવ્યું હતું. સદર બજાર ફટાકડાં ખરીદીનું મોટુ માર્કેટ છે. આ બજારમાં મોટા ભાગના વેપારીઓ હાલ મંદીનો જોરદાર સામનો કરી રહ્યાં છે. નવરાત્રિ પહેલાં જ ગ્રામ્ય વિસ્તારના વેપારીઓ ઓર્ડર સાથે ખરીદી કરતાં હોય છે. હાલ આ પ્રકારની ખરીદી નહી નીકળતાં જથ્થાબંધ વેપારીઓને કોઇ નોંધપાત્ર વેપાર નથી.

ફટાકડાં બજારમાં હાલ ફટાકડાની ખરીદી માત્ર 2 થી 5 ટકા જોવા મળે છે

નવરાત્રિ બાદ 20થી 25 ટકા જેવી ખરીદી રહે તેવી વેપારીઓમાં આશા છે. આ વર્ષે ફટાકડાની વિવિધ આઇટમોમાં 05થી 10 ટકાનો ભાવ વધારો છે. હાલ ફટાકડાની જથ્થાબંધ રીટેઇલ ખરીદીમાં મંદીની અસર પડી છે. મોટાભાગના વેપારીઓએ સીઝન ફેઇલ જવાની દહેશત સાથે નવી ખરીદીના ઓર્ડરો આપ્યાં નથી. જે માલ દુકાન-ગોડાઉનમાં પડ્યો છે. તેના વેચાણ-નિકાલની ચિંતામાં મૂકાયાં છે. દીવાળી પર્વમાં સરકાર ફટાકડાં ફોડવાની છૂટ આપશે તો પણ આ દીવાળીમાં મંદીના પગલે લોકોએ ફટાકડા ખરીદીમાં કાપ મુકે તેવું ખુદ વેપારીઓ માની રહ્યાં છે. કારણ કે કોરોના મહામારીના લોકડાઉન બાદ અનલોકમાં મોટા ભાગે લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓ, કપડાં જેવી વસ્તુ ખરીદી કરી રહ્યાં ફટાકડાએ મોજશોખની વસ્તુ હોવાથી લોકો ફટાકડા ખરીદી પર કાપ મૂકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અતિવૃષ્ટિના પગલે ખેતી પાકો નિષ્ફળ જતાં આ વર્ષે ગ્રામ્ય વિસ્તારમાં ફટાકડા ઓછા ફૂટે તેવી સ્થિતિ સર્જાશે હાલ ગ્રામ્ય વિસ્તારના છૂટક વેપારીઓએ પણ ખરીદી શરૂ કરી નથી. તે જોતાં આ વર્ષે ફટાકડાની સીઝન ફેઇલ જવાની ધારણા વેપારીઓમાં જોવા મળે છે. સરકાર દીવાળી પર્વમાં કેવા નિયમ-માર્ગદર્શિકા બહાર પાડે તેના વિશે પણ વેપારીઓમાં અવઢવ છે.

ABOUT THE AUTHOR

...view details