વધી રહેલી ગરમીના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં નાના-મોટા આગ લાગવાના બનાવો સામે આવ્યા છે. સાથે-સાથે ગરમીના કારણે કારમાં પણ ઘણી જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ બની છે. આજે ફરી એકવાર અમદાવાદના નિકોલ વિસ્તારમાં ઉમા સ્કૂલ નજીક મારુતિ સુઝુકી કંપનીની કારમાં ગરમીના કારણે આગ લાગી હતી અને ગણતરીની મિનિટમાં કાર સળગી ઉઠી હતી.
અમદાવાદમાં ગરમીના લીધે આગના બનાવોમાં વધારો, નિકોલમાં વધુ એક કાર સળગીને ખાખ - Gujarat news
અમદાવાદઃ શહેરમાં આ વખતે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ પણ તૂટ્યો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. કાળઝાળ ગરમીના લીધે અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ સામે આવી છે અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
ahd
ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી અને ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે, ત્યાં સુધી કાર બળીને ખાખ થઈ ગઈ હતી.