ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ સાયબર ક્રાઈમનું માળખું, જાણો કેવી રીતે થઈ રહ્યું છે કામ

અમદાવાદ શહેરમાં મિલકત અને શરીર સંબંધી ગુનાખોરી જેટલી જ ગુનાખોરી ‘સાયબર ક્રાઈમ’ના ગુના થઈ રહ્યા હતા, ત્યારે સાયબર ક્રાઈમના ગુનાઓ ઉપર અંકુશ મેળવવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગાંધીનગર સ્થિત CID ક્રાઈમમાં રહેલા ‘સાયબર સેલ’ ઉપર કામનું ભારણ વિશેષ પ્રમાણમાં રહેતું હતું, જેથી અમદાવાદ શાહીબાગ ડફનાળા 15 નંબરના બંગલામાં સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ સાયબર ક્રાઈમમાં જાણો કેટલા લોકો કેવી રીતે કરે છે કામ
અમદાવાદ સાયબર ક્રાઈમમાં જાણો કેટલા લોકો કેવી રીતે કરે છે કામ

By

Published : Jan 3, 2021, 7:27 PM IST

Updated : Jan 3, 2021, 7:40 PM IST

  • સાયબર સબંધિત ગુનાઓ માટે સાયબર ક્રાઈમ શરૂ કરાયું
  • 150થી વધુ લોકો કરે છે સાયબર ક્રાઈમમાં કામ
  • સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ 43 કર્મીઓ કાર્યરત

અમદાવાદઃ શહેરમાં સાયબર ક્રાઈમની સ્થાપના થયા બાદ પણ ગુનાઓ વધતા અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આજે સાયબર ક્રાઈમમાં 1 DCP, 1 ACP, 8 PI, 12 PSI, 13 ASI અને 75 પોલીસ કોન્સ્ટેબલ કાર્યરત છે. તમામ લોકો અલગ-અલગ કામગીરી કરે છે, જેમાં ગુના નિવારણ, ટેકનિકલ સર્વેલન્સ, વાયરલેસ સહિત અનેક જગ્યાઓ પર કામગીરી કરવામાં આવે છે.

સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ દ્વારા 10 કરોડ રિકવર કરાયા

સાયબર ક્રાઇમમા જ સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેને 1 વર્ષ જેટલો સમય પૂર્ણ થવા આવ્યો છે. ત્યારે આ પ્રોજેક્ટ અંતર્ગત અનેક ભોગ બનનારા લોકોના 10 કરોડ કરતાં પણ વધુ રકમ રીકવર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં 43 વ્યક્તિઓ કામ કરે છે, જે 24 કલાક સતત અલગ-અલગ શીપમાં કામ કરે છે.

કેવા-કેવા કેસ સાયબર ક્રાઇમમાં નોંધાય છે?

સાયબર પોલીસ સ્ટેશનમાં આઇટી એક્ટ ર૦૦૦ હેઠળના ગુનાઓ, ઓનલાઈન નાણાકીય છેતર‌િપંડી, પેટીએમના પિન નંબર મેળવી કે કાર્ડ કલોન કરી થતી છેતર‌િપંડી, ગ્રાહકોના બેન્ક એકાઉન્ટની માહિતી મેળવી લઈ બારોબાર પૈસા ઉપાડી લઈ થતા ગુનાઓ તેમજ યુવતીઓના બોગસ ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેમને બદનામ કરતા ફોટા અપલોડ કરવાની ધમકી આપી થતા શોષણ સહિતના ગંભીર મામલાઓની ફ‌િરયાદ આ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ક્રાઈમ બ્રાન્ચના જેસીપીના વડપણ હેઠળ છે. પોલીસ સ્ટેશનમાં સુપરવાઈઝર અધિકારી સાયબર ક્રાઇમ ડીસીપી છે. આ ઉપરાંત અમદાવાદ પોલીસના કમિશ્નર રેટમાં કાર્યરત છે.

Last Updated : Jan 3, 2021, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details