ગુજરાત

gujarat

ETV Bharat / city

ધોરણ 10ની પરીક્ષાના ફોર્મ ભરાવાના શરૂ - Gujarat Board

રાજ્યમાં ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં ધોરણ 10નું ફોર્મ વિદ્યાર્થીઓ ઓનલાઈન ભરી શકશે. વિદ્યાર્થીઓએ બોર્ડે નક્કી કરેલી ફી સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આગામી 5 માર્ચ સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે.

ધોરણ 10ની પરીક્ષાના ફોર્મ ભરાવાના શરૂ
ધોરણ 10ની પરીક્ષાના ફોર્મ ભરાવાના શરૂ

By

Published : Feb 5, 2021, 5:19 PM IST

  • ધોરણ 10ની પરીક્ષાના ફોર્મ ભરાવાના શરૂ
  • વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે
  • 5 માર્ચ સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે

અમદાવાદઃ બોર્ડની પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા ધોરણ 10ના પરીક્ષા ફોર્મ ભરાવાના શરૂ કરવામાં આવ્યાં છે. વિદ્યાર્થીઓએ www.gseb.org.પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. બોર્ડ દ્વારા જે ફી નક્કી કરવામાં આવી છે તે પણ ઓનલાઈન ભરવાની રહેશે. આગામી 5 માર્ચ સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. ત્યારે અંદાજીત 2 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવું અનુમાન છે.

ધોરણ 10ની પરીક્ષાના ફોર્મ ભરાવાના શરૂ

બોર્ડ દ્વારા પરીક્ષાને લઈને તૈયારીઓ શરૂ

કોરોના કાળમાં જે ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવતો હતો, તેનાથી વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ પડી હતી. ત્યારે બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ ચિંતિત જોવા મળ્યા હતા. જોકે, હવે બોર્ડ દ્વારા પણ પરીક્ષાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details