અમદાવાદઃ ઈટીવી ભારતની ટીમ દ્વારા આરોગ્ય સેતુ એપ વિશે નાગરિકો જોડે વાતચીત કરીને જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે તેઓ ભારત સરકાર દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે લાવવામાં આવેલી આરોગ્ય સેતુ એપ વિશે શું વિચારે છે. ઘણાં લોકોએ વાતચીતમાં જણાવ્યું કે આરોગ્ય સેતુ એપ ખૂબ જ સારી એપ છે અને તેને વધુ પ્રોત્સાહન આપવું જોઇએ. જેથી કરીને વધુ લોકો આપને ડાઉનલોડ કરે. ૧૧મી જુલાઈ સુધીમાં આશરે ૧૦ કરોડથી વધુ નાગરિકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી છે.
પ્રાઈવસી ભંગનો ડર, પરંતુ લોકો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી રહ્યાં છે ઘણાં નાગરિકોએ જણાવી રહ્યાં છે કે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કર્યા બાદ તેમને કોરોના પોઝિટિવ વિસ્તાર અને સંક્રમિત શરીઓની માહિતી મળી જેથી કરીને તેઓ સંક્રમિત વિસ્તારમાં જવાનું ટાળતાં હતાં. વળી આ એપ જીપીએસ અને બ્લૂટૂથનો ઉપયોગ કરતી હોવાથી કોન્ટેક્ટ રેસિંગ ખૂબ જ સરળ બની જાય છે અને જો કોઈ કોરોના પોઝિટિવ સંક્રમિત વ્યક્તિ આસપાસમાં હોય તો તેમાં નોટિફિકેશન પણ આવે છે. જે વિસ્તારમાં છે તે વિસ્તાર સુરક્ષિત છે કે કેમ તેની માહિતી પણ આરોગ્ય સેતુ નેટમાં દર્શાવવામાં આવતી હોવાથી લોકો તેને વધુ ડાઉનલોડ કરી રહ્યાં છે. આરોગ્ય સેતુ એપના સકારાત્મક પાસાઓ સાથે કેટલાક નકારાત્મક પાસાંઓ પણ છે ખાસ કરીને પ્રાઇવસી ભંગ અને સિક્યુરિટી કારણસર કેટલાક લોકો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું પણ ટાળી રહ્યાં છે. કેટલાક લોકોનો દાવો છે કે આરોગ્ય સેતુ એપ જીપીએસ લોકેશન અને બ્લૂટૂથ ઉપયોગમાં લેતી હોવાથી તેમની અંગત માહિતી લીક થઈ શકે છે અને તેનાથી કોઈ વ્યક્તિનું સર્વેલન્સ પણ થઈ શકે છે જેથી આ એપનો ઉપયોગ કરવા માગતા નથી.આરોગ્ય સેતુ એપની પ્રાઈવેસી ભંગનો મુદ્દો અત્યારે ઉઠ્યો હતો જ્યારે એક વિદેશી હેકરે ભારત સરકારને કહ્યું હતું એ તમારા એપની માહિતી લીક થઈ શકે છે. જોકે હેકરના દાવા બાદ ભારત સરકાર દ્વારા પ્રેસ રિલીઝ કરવામાં આવી હતી તેમાં આ દાવા તદ્દન પાયાવિહોણી છે અને આરોગ્ય સેતુ એપ સંપૂર્ણપણે સુરક્ષિત છે તેવી વાત કરવામાં આવી હતી. આમ તો મોટાભાગે લોકો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી રહ્યાં છે પરંતુ પ્રાઈવસી ભાગના લીધે કેટલાક લોકો હજી પણ એપ ડાઉનલોડ કરતાં ખચકાય છે જેથી ભારત સરકાર આપની સુરક્ષા અંગે લોકોમાં વધુ જાગૃતિ ફેલાવે અને વિશ્વાસ પેદા કરે તો વધુ લોકો એપ ડાઉનલોડ કરી શકે છે.