અમદાવાદ: શહેરમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ હસમુખ પટેલે કૃષિ સુધારા બિલ ઉપર ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, APMC હેઠળ હરિયાણા અને પંજાબના ખેડૂતો મોટા વ્યાપારીઓ તળે દબાયેલા છે. જેથી તે નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.
હરિયાણા અને પંજાબના ખેડૂતો APMC અંતર્ગત દબાયેલા છે: હસમુખ પટેલ - કૃષિ બિલ
અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના સાંસદ હસમુખ પટેલે કૃષિ સુધારા બિલ ઉપર ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, APMC હેઠળ હરિયાણા અને પંજાબના ખેડૂતો મોટા વ્યાપારીઓ તળે દબાયેલા છે. જેથી તે નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.
હરિયાણા અને પંજાબમાં દેશના ઘઉં અને ડાંગરના કુલ ઉત્પાદનના 35 ટકા જેટલું ઉત્પાદન થાય છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની ખરીદીમાં પણ રાજ્ય સરકાર આ રાજ્યોમાં 3 ટકા સેસ રૂરલ ડેવલપમેન્ટ માટે, 3 ટકા APMC સેસ અને 2.5 ટકા કમિશન એમ કુલ 8.5 ટકા ટેક્સ વસુલ કરે છે. જે છેલ્લે તો દરેક ખેડૂતે ચૂકવવો પડે છે. પરિણામે ટેક્સનું ભારણ ખેડૂતો પર આવે છે.
1991માં અર્થતંત્રમાં મોટા સુધારા કરાયા, પરંતુ ખેતી ક્ષેત્રે કોઈ સુધારા થયા નથી. ખેડૂતોના કાયદામાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ હવે કૃષિને આ બિલ અંતર્ગત મુક્તતા મળશે. આ કાયદાથી ભારતનું કૃષિ ઉત્પાદન દેશ-દુનિયામાં વધુ પહોંચશે. આ ઉપરાંત વિવિધ રાજ્યોની APMCએ સેસમાં ઘટાડો કરવો પડશે. આ સાથે જ સંગ્રહની અને બગાડની સમસ્યાઓથી ખેડૂતોને મુક્તિ પણ મળશે.