ગુજરાત

gujarat

ETV Bharat / city

Exclusive Interview Niilam Paanchal: આવો જાણીએ એક પ્રસિદ્ધ અભિનેત્રીની 18 વર્ષની એક્ટિંગની સફર વિશે... - Famous actress Neelam Panchal

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતી અને શહેરની એક પ્રસિદ્ધ ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી એક છોકરીમાં (Niilam Paanchal Acting Career) અભિનયની આગવી કળા હતી, જેને લઇને તે ધીમે- ધીમે આગળ વધી અને હિન્દી ફિલ્મ 'કાબીલ' તેમજ નેશનલ એવોર્ડ વિનર 'હેલ્લારો' જેવી ફિલ્મમાં તેણીએ અભિનય કર્યો. આ એક્ટ્રેસ છે પ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રી નિલમ પંચાલ, જેણે એક્ટિંગ ક્ષેત્રે 18 વર્ષની સફર ખેડી છે. વિવિધ પ્રકારની અને અનેક ભાષાઓમાં ફિલ્મ્સ અને સિરિયલ્સ કરી છે. એક્ટ્રેસ નિલમ પંચાલે (Exclusive Interview Niilam Paanchal) પોતાની એક્ટ્રેસ તરીકેની જર્ની Etv Bharat સાથે શેર કરી હતી.

Exclusive Interview Neelam Panchal
Exclusive Interview Neelam Panchal

By

Published : Dec 23, 2021, 10:38 AM IST

Updated : Dec 25, 2021, 2:46 PM IST

સવાલ: આપની એક્ટ્રેસ તરીકેની જર્ની પર પ્રકાશ પાડશો ?

જવાબ:આપણું નસીબ જ આપણને બધે લઈ જાય છે. મારે હિન્દી સિરીયલ જ કરવી (Niilam Paanchal Acting Career) હતી, મને ફિલ્મો કરવાની ઈચ્છા નહોતી પણ મારું નસીબ મને ફિલ્મ (Niilam Paanchal 18 year acting journey) કરવા લઈ ગયુ. કોલેજ કાળમાં મેં નાટકથી શરૂઆત કરી હતી. મારા શિક્ષકે મને કહ્યું હતું કે, તને એક્ટિંગ આવડે છે. જે બાદ મેં પ્રોફેશનલ એક્ટિંગ કરવાનું શરૂ કર્યું. અમદાવાદમાં 2003થી લઈને 2008 સુધી હું ટોપ મોડેલ રહી એટલે બહુ બધા ફેશન શો કર્યા. મોટી કમ્પનીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકેનું કાર્ય કર્યું પણ એક્ટીંગ ન છોડી. ઘણી બધી ગુજરાતી સિરિયલ્સ કરી. જેમાં પ્રથમ હતી 'એક ડાળના પંખી' ત્યારબાદ 'ખોબો ભરીને જિંદગી' અને 'પતિ પત્ની અને વાવાઝોડું'. ETVની સાથે સિરિયલ્સ, એન્કર બેઝ શો, યુવા સંગ્રામ, ગીત ગુંજન અને લાઈવ શો કર્યા. 2008માં હું મુંબઈ શિફ્ટ થઇ ત્યારબાદ પ્રથમ હિન્દી સિરિયલ 'હમારી દેવરાની' કરી. ત્યારબાદ 'રુક જાના નહીં', 'લાજવંતી', 'વીરા' અને 'ઇશ્કબાઝ' જેવી સિરિયલ્સ કરી. જે બાદ મારા લગ્ન થયા, દીકરી આવી પરંતુ કામ ચાલુ રહ્યું.

આવો જાણીએ એક પ્રસિદ્ધ અભિનેત્રીની 18 વર્ષની એક્ટિંગ સફર

સવાલ: કેવી રીતે ફિલ્મોમાં રસ પડ્યો?

જવાબ:એક ફિલ્મ માટે મુકેશ છાબરાએ ઓડિશન માટે મને બોલાવી હતી. તેમના લાઇન પ્રોડ્યુસર મારા હસબન્ડના મિત્ર હતા તેમને મારા પતિને ફેવર કરવા કહ્યું. મારા ટર્મ અને કન્ડિશન પર તેઓ કામ કરવા તૈયાર હતા. મેં પ્રથમ વખત ફિલ્મ કરી ત્યારે મને ખબર પડી કે ફિલ્મ કરવામાં તો મજા આવે છે. તેમાં ઘણું બધું નવું છે અને ઘણું બધું શીખવાનું છે.

સવાલ: કોઈ ફિલ્મ ન કરવાનો રંજ?

જવાબ: ફિલ્મ 'બેગમ જાન'માં મારું કાસ્ટિંગ થવાનું હતું. તે મહિલાઓને લગતી ફિલ્મ હતી. પ્રથમ ક્રમે લીડ રોલમાં વિદ્યા બાલન, બીજા સ્થાને ગૌહર ખાન અને ત્રીજું અંબાનું કેરેક્ટર મને મળ્યું હતું પરંતુ ડેટ ક્લેશને લઈને આ ફિલ્મ ન કરી શકી. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તમને રંજ થયો કે હું આ ફિલ્મમાં કામ ન કરી શકી.

સવાલ: કેવી રીતે મળી સુપરહિટ ફિલ્મ 'હેલ્લારો'?

જવાબ:બેગમ જાન ફીલ્મ ન કરી શકવાના રંજ બાદ મને પડદા પર દેખાવવાની ભૂખ લાગી. આ સમયે અભિષેક શાહ અમદાવાદમાં કાસ્ટિંગ કરી રહ્યા છે, તેવી ખબર મને પડી. અભિષેક શાહ તેમના કોલેજના મિત્ર હતા તેમને જાણવા મળ્યું કે, અભિષેક શાહ મહિલાઓને લગતી ફિલ્મ બનાવી રહ્યા છે. અભિષેકના મનમાં 'હેલ્લારો' હતી. તેમણે અભિષેકનો એપ્રોચ કર્યો અને તેમને 'હેલ્લારો' ફિલ્મ (Niilam Paanchal 18 year acting journey) મળી.

સવાલ: 21મું ટિફિન વિશે શું કહેશો ?

જવાબ:હેલ્લારો ફિલ્મના બે વર્ષ બાદ વિજયગીરી બાવાએ 21મું ટિફિન ફિલ્મ મને ઓફર કરી. હેલ્લારોમાં 12 સ્ત્રીઓ હતી પરંતુ અહીં મને લીડ રોલ મળ્યો. આ ફિલ્મ મારી પર્સનલ લાઈફથી અલગ હતી.

સવાલ: હેલ્લારોમાં 'લીલા'ના પાત્ર વિશે શું કહેશો ?

જવાબ:લીલાનું પાત્ર મારા દિલની નજીકનું પાત્ર છે. હું લીલા જેવી જ નિખાલસ અને મસ્તીખોર છું પરંતુ હોવું અને નેચરલ એક્ટિંગ કરવી એ અલગ વાત છે. હું માત્ર નેગેટિવ રોલ કરતી. તેના માટે રાધાનો રોલ હતો પરંતુ અભિષેક શાહે મને લીલાનું કેરેક્ટર આપ્યું.

સવાલ: નેગેટિવ રોલની છબિમાંથી કેવી રીતે બહાર આવ્યા ?

જવાબ:નેગેટીવ રોલમાંથી બહાર આવવું તે મારા માટે ચેલેન્જિંગ નહોતું. સ્ક્રિપ્ટ બ્રિફિંગ વખતે એક્ટરે હંમેશા કેરેક્ટર સમજી લેવું જોઈએ. બસ એક તક મળવી જોઈએ. કેટલાય લોકો તકની રાહ જોઇને બેઠા હશે, તેઓ મોકાની રાહ જુએ છે. મારી છબી પણ હિન્દી સિરીયલ વાળી નેગેટિવ હતી પણ મારા જેવા કેટલાય વર્સેટાઇલ એક્ટર હશે. જેઓ હિન્દી સિરીયલની નેગેટિવ છાપ સિવાય પણ અનેક પ્રકારના કિરદાર નિભાવી શકતા હોય પરંતુ તેમને તક મળતી નથી. હેલ્લારોમાં 'લીલા'ના પાત્ર થકી મને આ ચાન્સ મળ્યો. હું મેથડ એક્ટર નથી પરંતુ ફોકસ એક્ટર છું. લીલાએ મારા અસલ પાત્રની ખૂબ નજીક હતી. 21મું ટીફીનમાં (21st Tiffin Niilam Paanchal) વિજયગીરી બાવાએ મને નીતુની મમ્મીનું પાત્ર આપ્યું. તેમાં કોઈ જ પ્રકારનું ઓડિશન કે ફ્લોર ટેસ્ટ લેવામાં આવ્યો નહતો. સીધુ જ કાસ્ટિંગ કરવામાં આવ્યું અને અમે સીધા ફ્લોર પર મળ્યા. તે વિજયગીરી બાવાનો મારા પર વિશ્વાસ હતો.

સવાલ: અન્ય કઈ ભાષાઓમાં આપે કાર્ય કર્યું છે ?

જવાબ:ઋતિક રોશનના લીડ રોલ વાળી ફિલ્મ 'કાબીલ' તે મારી પ્રથમ હિન્દી ફિલ્મ હતી. પહેલા ડર લાગતો પરંતુ તેઓ ઘણા નિખાલસ છે. આ ફિલ્મમાં મારા હસબન્ડનો રોલ કરનાર સુરેશ મેનને મને સારો એવો સપોર્ટ આપ્યો હતો. મારો અનુભવ સારો રહ્યો. આપણે જેવુ નકારાત્મક વિચારીએ છીએ તેવું નથી.

સવાલ: મરાઠી સિરિયલ્સમાં કામ કર્યું છે ?

જવાબ:મેં મરાઠી સિરિયલ 'વૈજુ નંબર વન' માટે ઓડિશન આપ્યુ હતું. ઓડિશન લેનાર અમારા મિત્રો જ હતા. મેં મારા મિત્રોને કહ્યું કે, જો ઓડિશન સારું ન હોય તો ડીલીટ મારી દેજો પરંતુ તેમણે કહ્યું કે, ઓડિશનમાં તેમને આજ જોઈતું હતું. તેમને ગુજરાતી ટોનમાં મરાઠી બોલનાર પાત્રની પસંદગી કરવાની હતી. મારા હસબન્ડ મિહિર રાજડા ખુબ સુંદર મરાઠી બોલે છે અને મરાઠીમાં અભિનય કરે છે. તેમની સાથે મેં મરાઠી સિરિયલ્સ અને ફિલ્મો જોઈ હતી પછી મરાઠી સમજવાનું અને બોલવાનું શરૂ કર્યું. ડેઇલી શોપમાં પ્રેક્ટિસનો સમય ન મળે એટલે ક્યારેક ડાયલોગ ગોખવા પડતા પણ મારો અનુભવ ખૂબ સારો રહ્યો છે.

સવાલ: ગુજરાતી ફિલ્મોનું માર્કેટ સિમિત છે, ત્યારે લોકોને કેવી રીતે આકર્ષશો ?

જવાબ:ફિલ્મો બનાવવા માટે કોઈ સ્પેશ્યિલ સબ્જેક્ટ નહીં પરંતુ સુંદર ફિલ્મ બની હોય તો દરેક વર્ગના લોકો તે જુએ જ છે. વળી દરેકને આપણી ફિલ્મ ગમે તે જરૂરી પણ નથી. છતાં ફિલ્મ બનાવવી અને બધા લોકો તેને જુએ તે માટે હિમ્મત તો જોઈએ જ.

સવાલ: આપ સ્ક્રિપ્ટનું સિલેક્શન કરતી વખતે શું ધ્યાન રાખો છો ?

જવાબ:હું 18 વર્ષથી (Niilam Paanchal Acting Career) આ ઇન્ડસ્ટ્રીમાં છું. અહીં કશું પીરસેલું મળતું નથી. પહેલી વખત મારી ફિલ્મ નેશનલ એવોર્ડ માટે સિલેક્ટ થઇ છે. જો તમે આકરી મહેનત કરો તો ભગવાન તમારી સામે જુએ જ છે અને તમને ફળ પણ આપે છે. મને લીલાએ નેગેટિવ પાત્રમાંથી બહાર કાઢી અને નિતુની મમ્મીએ 21મું ટિફિનમાં (21st Tiffin Niilam paanchal) પણ એક અલગ કિરદાર આપ્યું પરંતુ આમ છતાં હું અમિતાભ બચ્ચન નથી કે લોકો મારી પાસે સામેથી કામ લઈને આવશે, હું કામ માટેસામેથી ઍપ્રોચ કરીશ. ગુજરાતી ફિલ્મો પણ કરીશ.

સવાલ: દર્શકો વિશે શું કહેશો ?

જવાબ: ફિલ્મમાં સ્ક્રિપ્ટીંગ, સ્ક્રીન પ્લે, એક્ટિંગ બધું જ બરાબર હોય પરંતુ દર્શકોને તે પસંદ ન પડે તો ફિલ્મ ચાલશે નહીં. કારણ કે ફિલ્મની સફળતા અને નિષ્ફળતા દર્શકો જ નક્કી કરે છે. જો ઘર ચલાવવા માટે મારે ડેઇલી શોપ કરવા પડે તો પણ કરવા તૈયાર છું.

આ પણ વાંચો: Exclusive Interview Raghu Sharma: ગુજરાત કોંગ્રેસ પ્રભારીએ પૂર્વ સિનિયર નેતાના નિવેદનને વખોડયું

આ પણ વાંચો: Exclusive interview yogendra yadav: ખેડૂત આંદોલનને કારણે કૃષિ કાયદાઓના મોત, આજે મૃત્યુ પ્રમાણપત્ર પણ મળી ગયું

Last Updated : Dec 25, 2021, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details