ગુજરાત

gujarat

ETV Bharat / city

વિદેશ જવાની લ્હાયમાં ડુપ્લિકેટ ટિકીટ બનાવી ફલાઇટ પકડવા આવ્યો, આમ ઝડપાઇ ગયો - CISF

વિદેશ જવાની લ્હાયમાં લોકો એવા ગતકડાં કરતાં હોય છે તે બસ એમ થાય કે આ જ બાકી હતું. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કતાર એરલાઈન્સમાં જતો યુવક જે ટિકીટ પર વિદેશ જઇ રહ્યો હતો તે ટિકીટ જ તેણે ડુપ્લિકેટ બનાવી દીધી હતી. આ યુવકનું શું થયું એ જૂઓ આ અહેવાલમાં. Fake Flight Tickets, Dummy Flight Ticket, Qatar airways flight to Doha, krishna vijay patel bodeli

Fake Flight Tickets વિદેશ જવાની લ્હાયમાં ડુપ્લિકેટ ટિકીટ બનાવી ફલાઇટ પકડવા આવ્યો આમ ઝડપાઇ ગયો
Fake Flight Tickets વિદેશ જવાની લ્હાયમાં ડુપ્લિકેટ ટિકીટ બનાવી ફલાઇટ પકડવા આવ્યો આમ ઝડપાઇ ગયો

By

Published : Aug 20, 2022, 5:13 PM IST

Updated : Aug 20, 2022, 5:37 PM IST

અમદાવાદ અત્યાર સુધી ડુપ્લિકેટ પાસપોર્ટ સાથે લોકો પકડાતા હતા પરંતુ હવે તો ડુપ્લિકેટ ટિકીટ સાથે પણ લોકો પકડવા લાગ્યા છે. અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આવા જ એક શખ્શની વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

સીઆઈએસએફ એ આ વ્યક્તિને અમદાવાદ એરપોર્ટ પોલીસને સોંપી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી

કોણ છે યુવક મૂળ બોડેલી તાલુકાનો રહેવાસી ક્રિષ્ના વિજય પટેલ આજે અમદાવાદ એરપોર્ટ પોલીસની ગિરફતમાં આવી ગયો છે. આ શખ્શે દોહા જવા માટેની ફ્લાઇટની ડુપ્લિકેટ ટિકીટ પોતાના લેપટોપમાં બનાવી હતી. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કતાર એરલાઇન્સની ટીકીટ વિન્ડો ખાતે ટિકીટ બતાવી હતી જે સમયે કતાર એરલાઇન્સના કર્મીઓને ટિકીટ ડુપ્લિકેટ હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી ક્રિષ્ના પટેલ નામના શખ્શને CISF ના હવાલે કર્યો હતો અને સીઆઈએસએફ એ આ વ્યક્તિને અમદાવાદ એરપોર્ટ પોલીસને સોંપી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો અમદાવાદ : નકલી વિઝાના આધારે અમેરિકા જતું દંપતી અને એજન્ટ ઝડપાયા

જેલના સળિયા ગણવાનો વખત આવી ગયો સામાન્ય રીતે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં મોટા ભાગે કબૂતરબાજી અને પ્રોહીબિશનના કેસો વધુ જોવા મળતા હોય છે અને સમયાંતરે આવા કેસના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવે છે. પરંતુ આજે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આવેલો આ કિસ્સો જુદો જ હતો. જેમાં વિદેશ જવા માટેની ડુપ્લિકેટ ટિકીટ બનાવી હતી અને વિદેશ જવા માટેનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ આ પ્રયાસમાં આરોપી ક્રિષ્ના વિજય પટેલ પકડાઈ જતા આજે તેને જેલના સળિયા ગણવાનો વખત આવી ગયો છે.

આ પણ વાંચો IPLની ફાઇનલ મેચની ટિકીટ આપવાના બહાને લાખોની ઠગાઈ, જાણો કેવી રીતે થઇ

વિદેશ જવાની લ્હાયમાં ડુપ્લિકેટ ટિકિટ બનાવી અમેરિકા જવાની ઘેલછામાં યુવાનો કાયદાનો ભંગ કરી રહ્યા છે. કેટલાક વ્યક્તિઓ ખોટા વિઝા પર જતાં હોય છે અને આજે ક્રિષ્ના પટેલ નામના વ્યક્તિએ પણ આવું જ કંઈક કર્યું. જેમાં ક્રિષ્ના પટેલે પોતાના લેપટોપમાં દોહા જવા માટેની ડુપ્લિકેટ ટિકીટ બનાવી હતી અને દોહા થઈને ભવિષ્યમાં અમેરિકા જવાના સપના સેવી રહ્યો હતો. પરંતુ હવે આ યુવાનના સપનાં જેલના સળિયા પાછળ ધકેલાઈ જશે. Fake Flight Tickets, Dummy Flight Ticket, Qatar airways flight to Doha krishna vijay patel bodeli Ahmedabad Airport Police નકલી ફ્લાઇટ ટિકીટ્સ ડુપ્લિકેટ ફ્લાઇટ ટિકીટ કતાર એરવેઝની દોહા ફલાઇટ ક્રિષ્ના વિજય પટેલ અમદાવાદ એરપોર્ટ પોલીસ

Last Updated : Aug 20, 2022, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details