- GTUમાં આગામી પાંચ દિવસ ચાલશે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ સેમિનાર
- રોબોટિક્સના બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધીનો માર્ગદર્શન આપશે
- બાયો ઇન્સફાયર રોબર્ટ્સ અને અંડર વોટર રોબોટિક્સ જેવા મુદ્દાઓને પણ આવરી લેવાશે
અમદાવાદઃગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને અને ફેકલ્ટીઝમાં ટેકનિકલ શિક્ષણ સંબંધિત જ્ઞાનમાં સતત વધારો થાય તેવા હેતુસર વિવિધ વિષયો પર સમયાંતરે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના ઉપક્રમે 27 ઓક્ટોબરથી રોબોટીક્સ વિષય પર પાંચ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
GTUમાં આગામી પાંચ દિવસ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ સેમિનાર ચાલશે રોબોટિક્સ સંદર્ભે કરવામાં આવશે વિસ્તૃત ચર્ચા
આ સેમિનારમાં અટલ એકેડેમિક સ્કીમ અંતર્ગત આયોજિત પાંચ દિવસીય એફડીમાં રોબોટિક સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. જેમાં રોબોટિક્સના બેઝિકથી લઈને તેના એડવાન્સ લેવલ તેના કાયનામેટિક્સ અને ઇનવર્સ કાયનામેટિક્સ રોબોટિક્સનું મટિરિયલ્સ અને તેના સેન્સરનું મટિરિયલ્સ તેનું પાથ લર્નિંગ આ ઉપરાંત બાયો ઈન્સપાયર્સ રોબર્ટ જેમાં નૈસર્ગિક સંપદા અને સજીવોની સંવેદનાનું રોબોટિક્સમાં ઇમ્પલીમેન્ટેશન અંડર વોટર રોબોટિક્સ જેનાથી દરિયાઈ જીવ સુષ્ટિ વિશે વિવિધ પ્રકારે રિસર્ચ કરી શકાશે. આ ઉપરાંત એરિયલ રોબોટિક્સમાં નવીનતમ ડ્રોન ટેકનોલોજી ઉપરાંત ડિઝાઇન ઇનોવેશન સંબંધિત પ્રોજેક્ટની પસંદગી અને ટીમનું સિલેક્શન જેવા મહત્વના મુદ્દા પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. એફડીપીમાં IIT, MIT તેમજ સ્ટેટ યુનિવર્સિટીના 13 જેટલા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં 21થી વધુ રાજ્યના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી ભાગ લેશે.
GTUમાં આગામી પાંચ દિવસ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ સેમિનાર ચાલશે આગ્રા અને ચેન્નઈ સાથે અન્ય યુનિવર્સિટી પણ ભાગ લેશે
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સહિત આગ્રાની દયાલબાગ ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરીંગ અને ચેન્નાઈની આઈ આઇ.ટી. ડીએમ યુનિવર્સિટી પણ ભાગ લેશે. ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર નવીનના અધ્યક્ષ સ્થાને ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે AICTEના વાઇસ ચેરમેન ડો.એમ.ટી.પુનિયા સહિતના મહેમાનો ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.