- વધી રહ્યું છે સિઝેરિયનનું પ્રમાણ
- પ્રસુતિ માટે કોઈ દર નથી કરાયા હજુ સુધી નક્કી
- આજકાલની મહિલાઓ કરાવી રહી છે પીડા વગરની પ્રસુતિ
અમદાવાદઃ આજકાલની મહિલાઓ પીડા વગરની પ્રસુતિ કરાવી રહ્યા છે. કારણ કે, આજકાલના શહેરી વિસ્તારની મહિલાઓને ભોજન રહેણીકરણીમાં બહુ જ ફેરફાર છે. જેના કારણે તેમનામાં પીડા સહન કરવાની શક્તિ રહી નથી. જેના લીધે જ શહેરમાં પ્રસુતિ દરમિયાન સિઝરીયનનું પ્રમાણ વધી રહ્યું છે.
પ્રસુતિમાં સિઝેરિયનનું પ્રમાણ વધ્યું, નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટની ETV ભારત સાથેની ખાસ વાતચીત અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ સાથે વાતની વાત
અમદાવાદની જો વાત કરીએ તો ડૉક્ટર્સ કોઈ પણ ફીનું ધોરણ નક્કી કરવામાં આવ્યું નથી. જેના લીધે ડૉક્ટર્સ પોતાની મર્જી મુજબ લોકો પાસેથી ફી ઉઘરાવી રહ્યા છે. જેના લીધે સામાન્ય જનતાને તકલીફ ભોગવવી પડી રહ્યી છે. આજ મુદ્દે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું. આ બાબતે સિવિલ હોસ્પિટલોમાં ગુજરાતનું પ્રમાણ વધારે છે કારણ કે, આજકાલ યુવતીઓના ભોજન સહિતની સુવિધાઓમાં ફેર ફાર જોવા મળી રહ્યા છે. જેના કારણે સિઝેરિયન પ્રમાણ વધી રહ્યું છે. મહત્વનું છે કે, આજકાલની યુવતીઓનું ભોજન અને રહેણી જે સુવિધાઓમાં ફેરફાર થયો છે. તેને લઈને આરોગ્ય પર અસર પડે છે, ત્યારે ગર્ભવતી મહિલાઓ પ્રસૂતિ દરમિયાનની કામગીરી પર પણ વધારે અસર પડે છે.