અમદાવાદ : રાજ્યમાં આજે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા(Bin Sachivalaya Clerk exam) શાંતિપુર્ણ માહોલમાં પુર્ણ થઇ હતી. 32 જિલ્લામાં 3243 કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાઈ હતી. 2018માં જાહેર કરાયેલી આ ભરતી પ્રક્રિયાની પરીક્ષા બે વખત રદ કરવામાં આવી હતી અને એક વખત મોકુફ કરવામાં આવી હતી.
Exam Fever 2022 : રાજ્યમાં આજે બિનસચિવાલય કલાર્કની શાંતિપુર્ણ પરીક્ષા યોજાઈ, 10 લાખથી વધુ ઉમેદવારો રહ્યા હાજર - Exam Fever 2022
રાજ્યમાં આજે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા(Bin Sachivalaya Clerk exam) યોજાઇ હતી. અગાઉ ત્રણ વખત પેપર ફુટવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી. આજે ચોથી વખત ઉમેદવારો પોતાનું નસીબ અજમાવ્યું હતું અને રાજ્યના 32 જિલ્લામાં 3243 કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાઈ હતી.
10 લાખથી વધું ઉમેદવારો રહ્યા હાજર - પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ પરીક્ષાર્થીને માત્ર પેન અને પોતાની રીસીપ્ટ જ લઈને જવા દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઉમેદવારોનું કોરોનાની ગાઇડલાઇનના નિયમ પ્રમાણે ચેકિંગ કરવામાં આવ્યું હતું. કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષની દુકાન પરીક્ષાના સમયગાળા દરમિયાન બંધ કરાવવામાં આવી હતી.
શાંતિપુર્ણ માહોલમાં યોજાઇ પરિક્ષા - આ વખતની પરીક્ષામાં તમામ ઉમેદવારોની હાજરી એપ્લિકેશનથી જ પુરવામાં આવી હતી. ઉમેદવારોની વધારે સંખ્યાને કારણે શહેરી વિસ્તારો ઉપરાંત તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરીક્ષા કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી હતી તેમજ સરકાર દ્વારા વધારાની બસો પણ મોકલવામાં આવી હતી.