- ઉત્તરાયણને લઈ 108નો એક્શન પ્લાન
- દર વર્ષની જેમ આ વર્ષ પણ 108 રહશે તૈનાત
- ક્યાં જિલ્લામાં કેટલી ઇમરજન્સી આવશે તેનો ડેટા તૈયાર કરવામાં આવ્યો
અમદાવાદઃ ઉત્તરાયણ પહેલેથી સમગ્ર ગુજરાતમાં તૈયારીઓ શરુ થઈ જતી હોય છે. બજારમાં લોકો અવનવા પતંગ અને દોરી ખરીદતા નજરે પડે છે. આ તૈયારીઓ વચ્ચે 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ પણ સજજ બની જાય છે. દર વર્ષે ઉત્તરાયણના પર્વમાં ઘાયલ થવાના બનાવોમાં શહેરી વિસ્તારોમાં 40થી 50 ટકા અને સમગ્ર ગુજરાતમાં 35થી 40 ટકા વધારો થાય છે. ગત્ત વર્ષે 14મી જાન્યુઆરીએ 19 ટકા અને 15મી જાન્યુઆરીએ 108ની કામગીરીમાં 21 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જેથી આ વખતે 14મી જાન્યુઆરીએ 24 ટકા અને 15મી જાન્યુઆરીએ 16 ટકા જેટલો વધારો કામગીરીમાં થાય તેવી શકયતા છે.
કેટલા પ્રમાણમાં અને કેવા પ્રકારની ઇમરજન્સી કોલ્સ મળશે તે બાબતનું એનાલિસિસ કરાયું
આ દિવસોમાં સવારે 08 વાગ્યાથી બપોરના 03 વાગ્યા સુધી 108ને સૌથી વધુ કોલ્સ મળે છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં 108ને જે રોજીંદા ઇમરજન્સી કોલ મળે છે, તેના પ્રમાણમાં વર્ષ 2017માં તો વધારો જોવા મળ્યો હતો. તેને લઇને આ વર્ષે કેટલા પ્રમાણમાં અને કેવા પ્રકારની ઇમરજન્સી કોલ્સ મળશે તે બાબતનું એનાલિસિસ કરાયુ છે.
આ વખતે ઉત્તરાયણ પર્વ ઉપર કેસમાં વધારો નોધાવાની શક્યતાઓ
108ની ટીમે એનાલિસીસ કરતા આ વખતની ઉત્તરાયણમાં 3137 જેટલા કોલ્સ જ્યારે 15મીએ 2946 વધુ કોલ મળે તેવું તારણ કાઢ્યું છે. જેમાં ખાસ કરીને સામાન્ય દિવસોમાં મારા-મારીના રોજના 50 કેસ આવે છે. 14-જાન્યુઆરીએ મારા-મારીના કોલ વધવાની શક્યતાઓ છે. ઉત્તરાયણમાં અગાસી પરથી પડી જવાના કે દોરી વાગવાની દુર્ઘટનાના બનાવો વધતાં હોવાનું ઇમરજન્સી 108ના ધ્યાને આવતા છેલ્લા 5 વર્ષના કેસ ડેટા જોતાં ઉતરાયણ પર્વમાં ઇમરજન્સીની જરૂરિયાત વધતી હોવાને કારણે ઇમરજન્સી 108 દ્વારા એમ્બ્યુલન્સમાં વધારો કરવામાં આવ્યો છે. જે માટે વધારાની સખ્યામાં ઇમરજન્સી ઓફીસર અને ડોકટરોની ટીમને તૈયાર કરાઇ દેવાઈ છે. ઉપરાંત 108 કર્મચારીઓની રજાઓ પણ રદ કરી દેવાઈ છે.