ગુજરાત

gujarat

ETV Bharat / city

GUJCET અને JEEની પરીક્ષામાં વિલંબ થતાં ઇજનેરી ફાર્મસી રજિસ્ટ્રેશન તારીખ લંબાવાઈ - રજિસ્ટ્રેશન તારીખ

ગુજકેટ અને jeeમાં વિલંબ થતાં ડીગ્રી ઇજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં રજિસ્ટ્રેશન માટે ફરી એકવાર મુદતમાં વધારો કરવામાં આવ્યો છે હવે રજિસ્ટ્રેશન મુદત વધારીને 5મી સપ્ટેમ્બર સુધી કરવામાં આવી છે. ગુજકેટનું પરિણામ બાકી હોવાથી રજિસ્ટ્રેશન તારીખની મુદત વધારવામાં આવી છે

GUJCET અને JEEની પરીક્ષામાં વિલંબ થતાં ઇજનેરી ફાર્મસી રજિસ્ટ્રેશન તારીખ લંબાવાઈ
GUJCET અને JEEની પરીક્ષામાં વિલંબ થતાં ઇજનેરી ફાર્મસી રજિસ્ટ્રેશન તારીખ લંબાવાઈ

By

Published : Aug 31, 2020, 4:48 PM IST

અમદાવાદઃ ડિગ્રી ઇજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે એડમિશન કમિટીની ઓનલાઇન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત અગાઉ 8 ઓગસ્ટ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશનની મુદત હતી તે વધારીને 28 ઓગસ્ટ સુધી કરવામાં આવી હતી. પરંતુ હજી ગુજકેટનું પરિણામ બાકી હોવાથી અને પરિણામે એક સપ્તાહ લાગે તેમ છે જેથી ફરી એકવાર રજિસ્ટ્રેશન મુદત વધારી દેવામાં આવી છે. ફાર્મસીની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીમાં રજિસ્ટ્રેશનની અંતિમ મુદત ૫ સપ્ટેમ્બર સુધી લંબાવાઇ છે. ગુજકેટ અને jeeમાં વિલંબના કારણે નિર્ણય લેવાયો છે. એસીપીસીએ જાહેરાત કરી છે કે ડીગ્રી ઇજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની અંતિમ મુદત 5 સપ્ટેમ્બર સુધી લંબાવાઇ છે. જે ઉમેદવારો રજિસ્ટરમાં સુધારો કરવા માગતા હોય અથવા રજિસ્ટ્રેશન દરમિયાન જાતિ નોન ક્રિમિનલ આવકનું પ્રમાણપત્ર રજૂ કર્યું હોય તેવા ઉમેદવારોને જરૂરી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવવા પછી કેટેગરીમાં સુધારો કરવા સહિતના ડોક્યુમેન્ટ 5 સપ્ટેમ્બર સુધી સાંજે 5 વાગ્યા સુધી ઈ-મેલ કરીને મોકલવાના રહેશે.

GUJCET અને JEEની પરીક્ષામાં વિલંબ થતાં ઇજનેરી ફાર્મસી રજિસ્ટ્રેશન તારીખ લંબાવાઈ
વિદ્યાર્થીઓ પાંચમી સપ્ટેમ્બરના સાંજના પાંચ વાગ્યા સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકશે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશનમાં સુધારો કરવા માંગતા હોય કે ડોક્યુમેન્ટ જમા કરાવવા માગતા હોય તેવો પણ પાંચમી સપ્ટેમ્બર સુધી ઓનલાઇન કરાવી શકશે. મહત્વનું છે કે ફાર્મસીમાં આ વર્ષે રજિસ્ટ્રેશન ઘણું ઘટ્યું છે. મુદત વધારવા છતાં પણ રજિસ્ટ્રેશન માંડ સાત હજાર જેટલું જ થયું છે. ફાર્મસીમાં પાંચ હજારથી વધુ વધુ બેઠકો સામે ગત વર્ષે 12 હજારથી વધુ રજિસ્ટ્રેશન થયું હતું જેના આગલા વર્ષે 18 હજારથી પણ વધુ રજિસ્ટ્રેશન થયું હતું.

ABOUT THE AUTHOR

...view details