- ગુજરાત યુનિવર્સિટીમાં 4 મ્યુઝિયમ તૈયાર થયા છે
- નવા મ્યુઝીયમનું શિક્ષણ પ્રધાન દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું
- કૌટિલ્ય મ્યુઝીયમ ઓફ એકાઉન્ટન્સીનું ઉદઘાટન કરવામાં આવ્યું
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ મ્યુઝીયમ છે, ત્યારે નવા મ્યુઝીયમનું શિક્ષણપ્રધાન દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે. જેમાં સ્કૂલ ઓફ કોમર્સના કેમ્પસમાં કૌટિલ્ય મ્યુઝીયમ ઓફ એકાઉન્ટન્સીનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ મ્યુઝીયમમાં કૌટિલ્યના સમયથી ચાલી આવતી એકાઉન્ટની પ્રક્રિયા, જૂની પદ્ધતિનું એકાઉન્ટ,જૂના સિક્કા સહિતની વસ્તુઓ મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી.
આ પણ વાંચો- અમદાવાદનાં ખમાસામાં આવેલી 150 વર્ષ જૂની સ્કૂલનું કરાશે રિ-ડેવલપમેન્ટ
ગ્રંથ પાલ દ્વારા લખાયેલા પુસ્તકનું પણ શિક્ષણપ્રધાને વિમોચન કર્યું
આ સમારોહમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા, ICAIના પૂર્વ પ્રમુખ CA સુનીલ તલાટી, ઉપકુલપતિ જગદીશ ભાવસાર અને રજીસ્ટાર પી.એમ.પટેલ હાજર રહ્યા હતા. સાથે જ ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથ પાલ દ્વારા લખાયેલા પુસ્તકનું પણ શિક્ષણપ્રધાને વિમોચન કર્યું હતું.