ગુજરાત

gujarat

ETV Bharat / city

વડાપ્રધાન અમદાવાદની મુલાકાતે, તૈયારીઓને અપાયો આખરી ઓપ - Prime Minister Narendra Modi Ahmedabad

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 નવેમ્બરના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે. જેને લઇ સ્વાગતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.

વડાપ્રધાન અમદાવાદની મુલાકાતે, તૈયારીઓને અપાયો આખરી ઓપ
વડાપ્રધાન અમદાવાદની મુલાકાતે, તૈયારીઓને અપાયો આખરી ઓપ

By

Published : Nov 27, 2020, 9:37 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે
  • ગુજરાતની ઝાયડસ કંપની તરફથી સંપૂર્ણ વિશ્વને રાહતના સમાચાર
  • વડાપ્રધાન ઝાયકો વેક્સિનની ચકાસણી કરી કરશે ચર્ચાઓ

અમદાવાદઃ કોરોના મહામારીથી આખું વિશ્વ લડી રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં ગુજરાતની ઝાયડસ કંપની તરફથી સંપૂર્ણ વિશ્વને રાહતના સમાચાર મળે તેવી પૂર્ણ શક્યતાઓ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 નવેમ્બરના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે. જેઓ ચાંગોદર વિસ્તારમાં આવેલા પ્લાન્ટની પણ મુલાકાત લેશે અને ઝાયડસ દ્વારા બનાવવામાં આવેલી ઝાયકો વેક્સિનની ચકાસણી કરી અને તેના પર ચર્ચાઓ કરશે.

વડાપ્રધાન અમદાવાદની મુલાકાતે, તૈયારીઓને અપાયો આખરી ઓપ

રસીનુ થશે પરીક્ષણ વડાપ્રધાન કરશે નિરીક્ષણ

ઝાયડસ કંપની દ્વારા બનાવવામાં આવેલી હાઇકોર્ટ વેક્સિનની પરીક્ષણ શરૂ થઈ ગયું છે અને તે અંતિમ ચરણમાં છે, ત્યારે 28 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચે તેવી શક્યતાઓ છે. એરપોર્ટ પરથી વડાપ્રધાન પાર્ક જશે અને અહીં એક કલાકનો કાર્યક્રમ પૂર્ણ કરી ઇન્સ્ટિટયૂટ ખાતે જવા માટે પણ રવાના થશે અને વડાપ્રધાનના આગમનની શક્યતાઓને લઇને જે તૈયારીઓ થઇ રહી હતી. તે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.

વડાપ્રધાન અમદાવાદની મુલાકાતે, તૈયારીઓને અપાયો આખરી ઓપ

ABOUT THE AUTHOR

...view details